રતન ટાટા દ્વારા મોદીની ભારે પ્રશંસા ભારતને હવે ન્યુ ઇન્ડિયામાં બદલી દેવામાં મોદી સક્ષમ

RN_Tata

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તાતા સન્સના ચેરમેન રતન ટાટાએ આજે કહ્યું હતું કે, વડાપ્રધાનને ભારતને ન્યુ ઇન્ડિયા બનાવવા માટેની પુરતી તક મળવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, નવા ઇન્ડિયા માટે મોદી દુરદર્શીતા ધરાવે છે. એક અગ્રણી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા મોદી દર્શાવી ચુકી છે. પીઢ ઉદ્યોગપતિએ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના દિવસોથી જ વડાપ્રધાન ઉપર તેઓ નજર રાખી રહૃાા છે અને મોદી દૂરદર્શી લીડર તરીકે ઉભર્યા છે. તેમને ભારતમાં ન્યુ ઇન્ડિયા બનાવવા તક આપવી જોઇએ. રતન તાતાએ એમ પણ કહ્યું હતું કે, પશ્ર્ચિમ બંગાળમાંતી ગુજરાતમાં તેમની તાતા નેનો કંપનીને ખસેડવામાં કઈ રીતે મદદ કરી હતી તેની યાદ અપાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, મોદી ભારતના વડાપ્રધાન હવે છે. ભારતીય લોકો માટે એક નવા ઇન્ડિયાની નિર્માણની દિશામાં તેઓ આગળ વધી રહૃાા છે.

ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે મોદીને પુરતી તક મળવી જોઇએ. મોદી ખુબ જ સક્ષમ અને દૂરદર્શી વ્યક્તિ તરીકે છે. તેમની લીડરશીપમાં તમામ કુશળતા દેખાઈ રહી છે. દરમિયાન તાતા ગ્રુપ દ્વારા નવી હિલચાલ પણ હાથ ધરવામાં આવી ચુકી છે. રતન તાતા દ્વારા કંપનીમાં થયેલા વિવાદના સંદર્ભમાં હજુ સુધી કોઇ વાત કરી નથી. તાતાએ તાતા સન્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓમાં મહત્વપૂર્ણ સુધારાને હાથ ધરવા માટે કહ્યું છે. તાતા સન્સમાં મિસ્ત્રી પરિવાહ ૧૮.૪ ટકાનો હિસ્સો ધરાવે છે જ્યારે તાતા ટ્રસ્ટ ૬૬ ટકાનો હિસ્સો ધરાવે છે. પીઢ ઉદ્યોગપતિ રતન તાતાના નિવેદનને મહત્વપૂર્ણ ગણવામાં આનવે છે. તાતાએ વિશ્ર્વાસ સાથે કહ્યું છે કે, મોદી ન્યુ ઇન્ડિયાની ચોક્કસપણે રચના કરશે. આ બાબતમાં તેઓ કુશળરીતે આગળ વધી રહૃાા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *