રજનીકાંતની ફિલ્મ ‘૨.૦’ના સેટેલાઈટ હકક ૧૧૦ કરોડમાં વેચાયા

Rajnikanth

સુપરસ્ટાર રજનીકાંતની વિજ્ઞાન-ટેકનોલોજી થ્રીલર ફીલ્મ ‘૨.૦’ના સેટેલાઈટ રાઈટસ ૧૧૦ કરોડની ધરખમ કિંમત વેચાયા છે. ઝી નેટવર્કે તે ખરીદ કર્યા છે. ૨૦૧૦માં આવેલી બ્લોક બસ્ટર ફિલ્મ ‘એનથેરન’ની સિકવલ એવી આ ફીલ્મમાં અક્ષયકુમાર પણ ચમકે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હિન્દી, તામીલ અને તેલુગુ એમ ત્રણેય ભાષાની ફીલ્મના સેટેલાઈટ સાઈટસની ૧૧૦ કરોડની કિંમત ઘણી મોટી છે. ફીલ્મમાં એમી જેકસન, સુધાંશુ પાંડે, આદિલ હુસૈન પણ ચમકે છે. ફીલ્મનું નિર્દેશન એસ.શંકરનું છે. જયારે સંગીત એ.આર.રહેમાનનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *