રખડતા ઢોર મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી

શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ અંગેની સમસ્યાના મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની જોરદાર ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે રખડતા ઢોરોના ત્રાસના નિવારણ અને તેના કાયમી ઉકેલ માટે સત્તાવાળાઓ દ્વારા દાખવાઇ રહેલી ગંભીર ઉદાસીનતા અને ઢીલાશને લઇ હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી અમ્યુકો અને સરકારના સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન.કારીઆની ખંડપીઠે એક તબક્કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને અદાલત સમક્ષ હાજર રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. હાઇકોર્ટે આ સમગ્ર મામલે રાજય સરકાર સહિતના સત્તાવાળાઓને ખુલાસો કરતું સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા.૧૩ ઓકટોબરના રોજ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *