યોર્કશરમાં રહેતા ચાના શોખીને પોતાનું નામ જ પાડી દીધું યોર્કશર ટી

teab

બ્રિટનના સાઉથ યોર્કશરમાં શેફીલ્ડ શહેરમાં રહેતા નેથક ડેરેક ગાર્નર નામના ૩૧ વર્ષના યુવકે પોતાની ચા માટેની ચાહને પોતાના નામમાં વણી લીધી છે. રોજની વીસ કપ ચા ગટગટાવી જતા નેથને ચાના પ્રેમને પોતાના નામમાં વણી લીધું છે. તે સવારે ચાર વાગ્યે ચાના કપથી દિવસની શરૂઆત કરે છે અને ઓલમોસ્ટ દર પોણા કલાકે એક કપ ચા પીએ છે. આટલી મોટી માત્રામાં કેફીન લેવા છતાં તેની ઊંઘની કોઇ સમસ્યા નથી. તે રાતે નાના બાળકની જેમ ઘસઘસાટ સૂઇ જઇ શકે છે. તે જ્યાં જાય ત્યાં પોતાને ગમતી ચા, દુધ, સાકર સાથે લઇને જ જાય છે. ચા માટેના પ્રેમને લઇને તેણે પોતાના મિડલ નેમ ડેરેકને ચેન્જ કરીને યોર્કશર ટી રાખી લીધું છે.
આ ચેન્જ માત્ર ફેસબુક કે અનઓફિશ્યલ અકાઉન્ટમાં જ નથી કર્યો, તેણે કાયદેસર પોતાના નામને ચેન્જ કરીને ‘નેથન યોર્કશર ટી ગાર્નર’ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *