યુપી વિધાનસભામાં વિસ્ફોટકો મળતા સંસદભવનની સુરક્ષાની તપાસ કરવામાં આવી

Vidhan-Sabha

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં વિસ્ફોટક મળ્યા બાદ દિલ્હીમાં સંસદ ભવનના બંન્ને બંન્ને ગૃહો લોકસભા અને રાજયસભામાં પણ સુરક્ષાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ એક સ્પેશલ ટીમે કરી હતી સંસદ ભવનની તપાસમાં કુલ ૬૦ સુરક્ષા કર્મચારીઓ જોડાયા હતાં સંસદ ભવનની તલાશીમાં સાત ખોજુ કુતરાને પણ સામેલ કરવામાં આવ્યા હતાં

એ યાદ રહે કે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પીઇટીએન નામનો વિસ્ફોટક મળી આવ્યો હતો જેને લઇને દેશભરમાં ચકચાર મચી હતી.

સંસદભવનની તપાસમાં ર૦થી રર લોકો સામેલ હતાં આ ટીમ મેટર ડિટેકટર અને સાત ખોજુ કુતરા સહિત તમામ એવા ડિવાઇસ લઇ સંસદની  તપાસમાં લાગ્યા હતાં જે કોઇ પણ વિસ્ફોટકની તપાસ કરવામાં સક્ષમ હોય. રાજયસભા  અને  લોકસભા ઉપરાંત કેન્દ્રીય કક્ષની બેઠકોની નીચે પણ તલાશી લેવામાં આવી હતી. આમ તો દરેક દિવસે એક સુરક્ષા અધિકારી સંસદ ભવનની સુુરક્ષા તપાસ કરે છે પરંતુ યુપી વિધાનસભામાં વિસ્ફોટક મળી આવ્યા બાદ આજે વિશેષ તપાસ કરવામાં આવી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથિંસહની સંસદ ભવનની  કચેરીમાં સીડી મંગાવી એર  કંડીશનરની તપાસ કરવામાં આવી  હતી એસી ટનલમાં વિસ્ફોટક છુપાવી શકાય છે તેવી આશંકાને ધ્યાનમાં રાખી એસીના ટનલની પણ તલાશી લેવામાં આવી હતી.

દરમિયાન મધ્યપ્રદેશ વિધાનસભામાં પણ સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ કરી  દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *