યુપી વિધાનસભામાંથી વિસ્ફોટકો મળતા ખળભળાટ

14-7

યુપી વિધાનસભાની અંદર ૧ર જુલાઇએ સફેદ પાઉડર મળી આવ્યા હતો અને પાઉડર વિસ્ફોટોક છે એન્ટી માઇનિગ અને ડોગ સ્કવોડની ટીમ જયારે વિધાનસભાની અંદર તપાસ કરી રહી હતી  તે  દરમિયાન તેને સફેદ પાઉડર  મળ્યો હતો. આ પાઉડરને ફોરેસિંક તપાસ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને તપાસમાં બહાર આવ્યું છે કે આ પાઉડર  પ્લાસ્ટિક એકસપ્લોસિવ છે પરંતુ   આ  ડેટોનેટરની સાતે જ કામ કરે છે  આથી અલગથી વિસ્ફોટ થતો નથી. આ વિસ્ફોટક એ જગ્યા પર રાખવામાં આવ્યો હતો જયાં  તમામ પાર્ટીના નેતા બેસે છે. આ  વિપક્ષ વાળી  લાઇનમાં મળ્યો  હતો. આ ઘટના બાદ મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન ગૃહમાં  ગુરૂવારે સફેદ રંગનો શંકાસ્પદ પાઉડર મળવાથી નાસભાગ મચી ગઇ હતી બે કલાકની જહેમત બાદ પણ ફોરેસિંક ટીમ જાણી શકી ન હતી કે આખરે પાઉડર શું છે. આ પાઉડરને ફોરેસિંક લેબમાં મોકલવામાં આવ્યો હતો. આ શ ંકાસ્પદ પાઉડર મળ્યા તાકિદે ડોગ સ્કવોડે સમગ્ર વિધાનસભા કક્ષની તલાશી લીધી અને રાતે ૧ર વગે વિધાનસભા ભવન બંધ કરી દીધુ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ૧૫૦ ગ્રામ પીઇટીએન મળ્યું છે.આ એક પડીકામાં મળ્યુ વિસ્ફોટક મળવુ ચિંતાજનક  છે  આ એક કાવતરાનો હિસ્સો છે. જે આ કાવતરાની પાચળ છે તેનો  પર્દૃાફાશ થવો જરૂરી છે. હું વિપક્ષો સાથે આ મામલામાં સહયોગની અપીલ કરૂ છું. તેમણે તેની તપાસ એનઆઇએથી કરાવવાની માંગ કરી કેટલાક લોકો શરારત પર ઉતારી આવ્યા છે તેને પાઠ ભણાવવો જરૂરી છે. યોગીએ કહ્યું કે  વિધાનસભાની અંદર વિના પાસ  એન્ટ્રી બંધ  થવી જોઇએ.તમામ સભ્યોએ સુરક્ષા સંબંધી ગાઇડલાઇન્સને ફોલો  કરવી  જોઇએ. મુખ્યમંત્રીએ એ પણ કહ્યું કે તેમાં વિધાનસભાની સુરક્ષાની બાબતમાં પણ ચિંતા કરવી  જોઇએ સુરક્ષાની  સાથે સમજૂતિ કરી શકાય નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે સુરક્ષા માટે ફકત  સરકાર જ  જવાબદારી  હોતી નથી તેના માટે પરસ્પર સહમતિ  પણ જરૂરી છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં જે પણ સંડોવાયેલ હશે તેની વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે એક આતંકી કાવતરૂ પણ હોઇ શકે છે આવામાં સુરક્ષા કડક બનાવવાની જરૂરત છે. મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાને લઇ બેઠક બોલાવી હતી જેમાં ઘટનાની તપાસ એટીએસને સોંપી દીધી છે. ત્યારબાદ વિધાનસભાને સંબોધિત કરી હતી.તેમણે સભ્યોને અપીલ કરી હતી કે સુરક્ષા તપાસમાં સહયોગ કરે આ સાથે જ લાવવામાં આવનાર બેગ અને મોબાઇલ વિધાનસભાની બહાર જ રાખવામાં ાવે કોઇને ખુશ કરવા માટે સુરક્ષા વ્યવસ્થા સાથે ખિલવાડ મંજુર નથી. તેમણે કહ્યું કે સુરક્ષા માટે કયુઆર ટીમ હોવી જોઇએ જે સુરક્ષા સંભાળે.

જો કે સૌથી મોટો સવાલ એ છે કે આ વિસ્ફોટક  અંદર કેવી રીતે પહોંચ્યો હકીકતમાં યુપી વિધાનસભામાં એન્ટ્રી માટે બહુસ્તરીય સુરક્ષા ચક્રોથી પસાર થવુ પડે છે એટલું જ નહીં વિધાનસભામાં ફકત ધારાસભ્ય મંત્રીઓ સફાઇ કર્મચારીઓ  અને માર્શલને જવાની મંજુરી છે .

મુખ્યમંત્રીના ભાષણ બાદ વિધાનસભાના અધ્યક્ષે સુરક્ષાને લઇ એક નવી ગાઇડલાઇસ જારી કરી હતી જેમાં દરેક દરવાજા પર કિવક રેસપોન્સ ટીમ તહેનાત રહેશે,અંદર એટીએસની ટીમ,એન્ટ્રી દરવાજા સહિત છ જગ્યા પર સ્કેનર, કર્મચારીઓની પોલીસ વેરિફિકેશન,જુની ગાડીઓના પાસ રદ થશે ધારાસભ્ય સ્ટાફને છોડી તમામના પાસ રદ કરાશે. ડ્રાઇવરોના પાસ બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *