યુપીમાં મુખ્યમંત્રીપદ માટે ખેંચતાણ રેસમાંથી બહાર થતા મૌર્યની તબિયત લથડી

KP-Maurya

ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશનાં અધ્યક્ષ કેશવપ્રસાદ મૌર્યની તબિયત આજે અચાનક લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૌર્યનું બ્લડપ્રેશર નોર્મલ કરતા ઘટીજતાં તેની તબિયત બગડી જેના કારણે તેમને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે કેશવ પ્રસાદ મૌર્યની તબિયત સારી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમને એક દિવસ આઈસીયુમાં રાખ્યા બાદ શુક્રવારે રજા આપવામાં આવશે.
અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી કોણ બનશે તે કેશવ પ્રસાદ મૌર્ય નક્કી કરશે. અમિત શાહનાં આ નિવેદન સાથે જ કેશવ પ્રસાદના મુખ્યમંત્રી બનવાની અટકળોનો અંત આવી ગયો.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના નામને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ કેશવ પ્રસાદ મૌર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત યોજી ચૂકયાં છે. પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીના નામને લઈને ભાજપ હજુ સુધી અંતિમ નિર્ણય લઈ શકયો નથી. યુપીમાં મુખ્યમંત્રીની પસંદગી કરવામાં પાર્ટી ભારે સાવચેતી દાખવી રહી છે. એવું સંભળાય છે કે, ભાજપ સીએમ પદ માટે કોઈ યુવાન ચહેરાની શોધમાં છે કેમ કે રાજ્યમાં વિપક્ષના નેતા અખિલેશ યાદવ જેવા યુવાન નેતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *