યુપીમાં ભાજપ એકલા હાથે જ ચૂંટણી લડશે : મહેશ શર્મા

bjp

કેન્દ્રીયમંત્રી મહેશ શર્માએ આજે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એકલા હાથે મેદાનમાં ઉતરશે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા ઉપર ચૂંટણી લડવામાં આવશે. રામમંદિર જેવા જટિલ મુદ્દાઓને હાથ ધરવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પહેલા અથવા ચૂંટણી બાદ કોઇ જોડાણ કરવામાં આવશે નહીં. રાજ્યમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપની જીતમાં મહત્વપ્ાૂર્ણ ભૂમિકા અદા કરનાર મહેશ શર્માએ કહ્યું હતું કે, ભાજપને ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ૪૦૩ બેઠક પૈકી ૨૬૫થી વધુ બેઠક મળશે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં તેમના સખ્ત પરિશ્રમ બદલ ઇનામ તરીકે મહેશ શર્માને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. શર્માએ કહ્યું હતું કે, ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન વિકાસ, ગુડગવર્નન્સ અને ભ્રષ્ટાચારની નાબ્ાૂદી પર ધ્યાન કેન્દ્રિત કરશે. રામ મંદિર મુદ્દાને ચગાવવામાં આવશે નહીં.
રામ મંદિરના મુદ્દે તેમણે કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણ કરોડો લોકોની ઇચ્છાની વાત છે. અમે રાજકીય મુદ્દો બનાવવા માંગતા નથી. તે અમારો રાજકીય એજન્ડા નથી પરંતુ દેશના લોકો અયોધ્યામાં રામ મંદિર ઇચ્છે છે. અમે પણ મંદિર બનાવવા ઇચ્છુક છીએ પરંતુ કોર્ટના ચુકાદા અથવા તો સર્વસંમતિ સાધીને આ દિશામાં આગળ વધવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *