યુનિસેફની ગુડવીલ એમ્બેસેડર તરીકે જોર્ડનમાં કાર્યરત પ્રિયંકાને પુછાયું તમે ગ્રામીણ ભારતમાં ગયા છો?

11-4

સીરીયામાં યુનિસેફની ‘ગુડવીલ એમ્બેસેડર તરીકે પહોંચેલી પ્રિયંકા ચોપડા  જોર્ડનના બાળકોને શિક્ષણ ઉપરાંત તેમના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહી છે.

ટોરેન્ટોમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપ્યા બાદ પ્રિયંકા જોર્ડન પહોંચી ગઈ હતી. અને હાલ આ સ્ટાર એકટ્રેસ બાળકો સાથેની તેની તસવીરો અને દયસ્પર્શી અનુભવો સોશિયલ મીડિયામાંં શેર કરી રહી છે.

અલબત્ત, ટ્વીટર પર પ્રિયંકાના જોર્ડનથી મુકાયેલા પોસ્ટની ઘણા લોકોએ ટીકા કરી છે. અને કેટલાકે તો એમ પણ સવાલ કર્યો છે કે જોર્ડનમાં જઈ વંચિત બાળકો સહિત લોકો માટે કામ કરો છો પરંતુ પોતાના દેશ ભારત ગ્રામ્ય વિસ્તારમાં ક્યારેય ગયા છો ખરા ? ત્યાં જઈ ક્યારેય લોકોની સેવા કરી છે ખરી ? પહેલા તમે ભારતના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત તો લો. જો ક,ે પ્રિયંકાએ આ સવાલોનો સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે તેણે યુનીસેફ માટે ભારતના ગ્રામ્ય વિસ્તારો સહિત પ્રદેશોમાં બાર વર્ષ સુધી અગાઉ કામ કર્યું છે. પ્રિયંકાએ ટ્વિટપર પર સવાલ પૂછનારા  એક વ્યક્તિને તો એમ પણ લખી દીધું હતું કે તમે માત્ર ટ્વિટર પર ટીકા કરી શકો છો. ક્યારેય સમાજ માટે કામ કર્યું છે  ખરું ?  ટીકા કરવી સહેલી છે, પરંતુ કામ કરવું અઘરું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *