યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિદ્યાર્થીઓને સંબોધન: ઘમંડના કારણે ચૂંટણી હાર્યાનો એકરાર નોટબંધી, હિંસા-નફરતના રાજકારણે દેશનો દાટ વાળ્યો: અમેરિકામાં રાહુલ ગર્જયા

12-3

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના ભુકકા બોલાવી દેતાં જણાવ્યું હતું કે હિંસા, ક્રોધ અને ધ્રુવીકરણના રાજકારણો ભારતમાં એનું બેડોળ માથું ઉંચકયું છે, અને આ ઘટનાક્રમ દેશ માટે નવો છે.
આત્મનિરીક્ષણનાં ભાગ્યે જ દેખાડવામાં આવતા હિસ્સારૂપે તેમણે કોંગ્રેસ પક્ષની પડતીની પણ વાતો કરી હતી.
૨૦૧૨માં કોંગ્રેસ પક્ષમાં ઘમંડ ઘુસી ગયો હતો અને અમે લોકો સાથે વાતચીત સંવાદ બંધ કરી દીધા હતા. અગાઉ, પોતાના વકતવ્યમાં તેમણે લિચિંગ (કતલ કરવા)ના બનાવોના દોર અને ગૌરક્ષકોના હિંસક કૃત્યો માટે સરકારની ઉગ્ર ટીકા કરી હતી.
બર્કલીમાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા ખાતે સંબોધન કરતા રાહુલે જણાવ્યું હતું કે ધ્રુવીકરણનું રાજકારણ જોખમી છે. તિરસ્કાર, ક્રોધ અને હિંસા આપણને નાશ કરશે, ઉદારમતવાદી પત્રકારોને ગોળી મારવામાં આવે છે. લોકોને રહેંસી નાખવામાં આવે છે. બીફ લઈ જતા હોવાની આશંકાથી દલિતોને મારવામાં આવે છે. બીફ ખાતા હોવાની આશંકાએ મુસ્લીમોની હત્યા કરવામાં આવશે, આ બધું ભારત માટે નવું છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે હિંસા દેશમાં બહુ મુખ્ય પ્રવાહ બની રહી છે અને એ ભયજનક માર્ગ છે.
કોંગ્રેસ નેતાએ રૂા.૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ કરવાના મોદી સરકારના નિર્ણયની ટીકા કરી એને એકપક્ષીય-આપખુદભરી હિલચાલ ગણાવી હતી.
ચલણમાંથી ૮૬% કેશ દૂર કરનારો લેવાયો હતો. એનાથી જીડીપીમાં બે ટકાનો ઘટાડો થયો, સરકારની આર્થિક નીતિઓ અને ઉતાવળે જીએસટી લાગુ કરવાથી ભારે નુકશાન થયું છે. રાહુલે વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપ્યા હતા. સીઓ સાથેની હિંસા બાબતે પૂછાયેલા પ્રશ્ર્નના ઉતરમાં તેમણે જણાવ્યું હતું કે તેમની દાદી લિઓને બહુ પ્રેમ કરતા હતા, અને એક વખતે તેમના ઘરમાં ઘણા સિખ હતા. સિઓને ન્યાય અપાવવા જો તે કંઈ મદદ કરી શકે તો એમ કરનારા તે પહેલા હશે.
રાહુલે બીજેપીની સોશ્યલ મીડીયા વીંગ પર નિશાન સાધી જણાવ્યું હતું કે ભાજપ એક મશીનરી છે, ત્યાં ૧૦૦૦ લોકો કોમ્પ્યુટર પર બેઠા છે,જે મારી બાબતે અપમાનજનક વાતો ફેલાવી રહ્યા છે. આ ઓપરેશન એ મહાનુભાવ ચલાવે છે જે દેશ ચલાવી રહ્યા છે.
રાહુલે એકમાત્ર મુદે મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તે એમાંથી વધુ સારા કોમ્યુનિકેટર છે.
કાશ્મીર બાબતે તેમણે દાવો કર્યો હતો કે અમે નવ વર્ષથી ત્યાં શાંતિ સ્થાપવા પ્રયાસોકર્યા હતા, પણ હાલથીસરકારે પાણી ફેરવી લીધું છે.
વંશવાદ બાબતે તેમણે જણાવ્યું હતું કે આવો દેશ આ રીતે ચાલી રહ્યો છે. આ માટે તેમણે એસપી પ્રમુખ અખિલેશ યાદવ, ડીએમકે નેતા સ્ટાઈલનથી માંડી એકટર અભિષેક બચ્ચનના નામ ગણાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *