યશવંતસિંહા આજે અમદાવાદમાં

દેશની આર્થિક પરિસ્થિતી અને નાગરીક સ્વાતંત્ર્યની સ્થિતી તાજેતરના સમયમાં વણસી છે. આર્થિક વૃદ્ધિ દર ઘટયો છે અને બેકારો મોટા પ્રમાણમાં ફેલાઈ છે. તેવા સમયે નાગરિકોએ પોતાનો અવાજ નીડરતાથી અભિવ્યકત કરવાની આવશ્યકતા છે. આવો એક અવાજ તાજા સમયમાં રજૂ થયો છે અને એ અવાજે સત્તાધીશોના વિકાસના દાવાઓને પડકારનાર ભાજપના પૂર્વ નેતા યશવંતસિંહા આજે મંગળવારે, સાંજે ૫-૩૦ કલાકે ‘હવે ચૂપ નહીં રહેવાય’ વિષય ઉપર એક સ્વતંત્ર અવાજ તરીકે ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડન અમદાવાદ ખાતે જનતા સાથે સંવાદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *