મોબાઈલની ઓનલાઈન ખરીદીમાં રાધનપુરના વકીલ સાથે છેતરિંપડી

રાધનપુરના વકીલને ઓનલાઈન શોપિંગ મોબાઈલ ખરીદીમાં હૈદરાબાદની કંપની તેમના ખાતામાં રૂા. ૧૦૩૯૯ની રકમ જમા કરાવવાનું કહી છેતરિંપડી કરતાં રાધનપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

રાધનપુર ખાતે ખત્રીવાસમાં રહેતા વકીલાતનો ધંધો કરતા અલ્તાફભાઈ મુખતારભાઈ શેખે હૈદરાબાદની એક કંપનીએ ઓનલાઈન મોબાઈલ ખરીદી માટે મોબાઈલની વેબસાઈટ ઉપર જાહેરાત આપતાં અલ્તાફભાઈ શેખે મોબાઈલ ખરીદવા માટે મેસેજ કરતાં આ કંપની તેમના ખાતામાં ઓનલાઈન રૂા. ૧૦૩૯૯ની રકમ જમા કરાવવાનું કહેતાં વકીલ શેખે રૂા. ૧૦૩૯૯ જમાકરાવેલ પરંતુ કંપનીએ મોબાઈલ મોકલી આપેલ નહિ ને છેતરિંપડી કરી ઠગાઈ કતાં ફરિયાદીએ એડમિનિસ્ટ્રેટર સબ. બાય ઠોસ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ૭મો માળ દક્ષિણ ઓફિસે એફાયર માધાપુર હૈદરાબાદ તેમજ એડમિનિસ્ટ્રેટ એટીએમ ઓનલાઈન શોપિંગ કંપની બં.-૧૨૧ સેક્ટર-૫ નોઈડા ઉપર રાધનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *