મોદી સરકારમાં ૭૩% ભારતીયોને ભરોસો: વિશ્વમાં સૌથી સ્થિર સરકાર

narendra-modi-5112

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું શાસન હવે ચોથા વર્ષમાં પ્રવેશ્યું છે તે સમયે ઓ ઈ સીડીનો ગવર્મેન્ટ એટ ગ્લાચના રીપોર્ટમાં જણાવ્યા મુજબ ૭૩% ભારતીયોને નરેન્દ્ર મોદી શાસનમાં વિશ્ર્વાસ છે. જે વિશ્ર્વભરમાં કોઈ પણ દેશમાં તેની સરકારમાં નાગરિકોનો સૌથી મોટો ભરોસો ગણાવાયો છે.
ભારત બાદ બીજા ક્રમે કેનેડીયન સરકાર આવે છે જેના વડાપ્રધાન જસ્ટીન ટુ ડે ઉ માં કેનેડાના ૬૨% નાગરિકો વિશ્ર્વાસ ધરાવે છે. રસપ્રદ રીતે ત્રીજા નંબરેની તુર્કીની સરકાર છે જયાં હજુ ગત વર્ષ જ આ દેશની સરકાર સામે બળવો થયો હતો પણ અહી ૫૮% લોકો દેશની સરકારમાં ભરોસો ધરાવે છે. રશિયા-જર્મની ૫૮% અને ૫૫% લોકોના વિશ્ર્વાસ સાથે ટોપ પાંચમો છે.
જો કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ફકત ૩૦% લોકોનો ભરોસો ધરાવે છે. તેના આગળ બ્રિટનની અસ્થિર સરકારના વડા થેરેસા એમાં ૪૧% બ્રિટીશરોને ભરોસો છે.
આ પ્રકારનાં અભ્યાસમાં એ જોવાય છે કે લોકો તેના દેશની સરકારને સ્થિર અને ભરોસાપાત્ર ગણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *