મોદી ઉપર ફરીવાર આકરા પ્રહાર કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે જ અચ્છે દિન : રાહુલ ગાંધી

rahul

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ રજા માણીને પરત ફરેલા રાહુલ ગાંધી વધુ તરોતાજા દેખાઈ રહૃાા છે. તેઓએ આજે જુદા જુદા વિષય ઉપર હાલમાં લેવામાં આવેલા નિર્ણયોને લઈને મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. સાથે સાથે મોદી ઉપર અંગત રીતે પણ પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ર૦૧૯માં જ્યારે કોંગ્રેસ પાર્ટી ફરી સત્તા ઉપર આવશે ત્યારે જ અચ્છે દિન પરત ફરશે. હાઈવેલ્યુ નોટને રદ કરવાના નિર્ણયને લઈને પણ મોદીની રાહુલે ઝાટકણી કાઢી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે દરેક સિંગલ સંસ્થાઓને નબળી કરી દેવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે દેશની કરોડરજ્જુને નુકસાન થયું છે. આજે જનવેદના કાર્યક્રમમાં રાહુલે વડાપ્રધાન ઉપર જુદી જુદી યોજનાઓને લઈને પ્રહારો કર્યા હતા. એક સ્કીમથી લઈને બીજી સ્કીમ માટેની યોજના જાહેર થઈ રહી છે. જે રીતે તેઓ યોગા કરે છે તે રીતે યોજનાઓ જાહેર કરી રહૃાા છે. વડાપ્રધાનના સંદર્ભમાં રાહુલે પ્રહારોનો દોર જારી રાખ્યો હતો.

રાહુલે સંઘ ઉપર પણ પ્રહારો કર્યા હતા. સ્કીલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને તેમની અન્ય સ્કીમની પાછળ રહેલા ઈરાદાને લાંબા સમય સુધી તેઓ છુપાવી શકશે નહીં. રાહુલે પ્રહાર કરતા એમ પણ કહ્યું હતું કે અમે જે ૭૦ વર્ષમાં કરી શક્યા ન હતા તે કામ ચોક્કસપણે ભાજપે અઢી વર્ષે કર્યું છે. દરેક સિંગલ સંસ્થાઓ, આરબીઆઈ, ન્યાયતંત્રને નબળા કરવાનું કામ થયું છે. ભાજપ અને સંઘ દ્વારા સંસ્થાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રીઓ મોદીના નિર્ણયોની ટીકા કરી રહૃાા છે. નોટબંધી બાદથી શું થઈ રહ્યું છે તે અંગે માહિતી મોદીએ મેળવવી જોઈએ. ઓટો વેચાણમાં ઘટાડો કેમ થયો છે.

મજુરો ગામ પરત કેમ જઈ રહૃાા છે. તેવા સવાલ તમામ લોકોને સતાવી રહૃાા છે. જનવેદના કાર્યક્રમમાં રાહુલે તેજાબી પ્રહારો કર્યા હતા. તાલકટોરા સ્ટેડિયમમાં આની શરૂઆત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *