મોદી-આબેની મુલાકાત મહત્વપૂર્ણ મિત્ર અને વિશ્ર્વાસુ ભાગીદાર સાથે બેઠક યોજાઈ:મોદી

dd1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે  પોતાના જાપાની સમકક્ષ  શિંજો  આબેની સાથે થયેલ વિસ્ત્ાૃત  વાર્તા  દરમિયાન એશિયા મહાદ્રીપના બે મોટા દેશો વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીને ભવિષ્યમાં  વધુ  સારી બનાવવા પર ચર્ચા કરી હતી. આ  દ્વિપક્ષીય વાર્તા  આસિયાન શિખર સંમેલનની બહાર થઇ હતી. મનીલામાં  ગઇકાલથી ૧૦ સભ્ય આસિયાનનું સંમેલન ચાલી રહ્યું છે.જેમાં  ભારત,ચીન જાપાન અમેરિકા  અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય સભ્ય દેશ ભાગ લઇ રહૃાાં છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે બેઠકની તસવીરની સાથે ટ્વીટ કર્યું છે એક મહત્વપૂર્ણ મિત્ર અને વિશ્ર્વાસપાત્ર ભાગીદારની  સાથે બેઠક વડાપ્રધાન. નરેન્દ્ર  મોદી અને વડાપ્રધાન શિંજો આબેએ બંન્ને દેશોની વચ્ચે વિશેષ રણનીતિક  અને વૈશ્ર્વિક  ભાગીદારી વધારવાના સંબંધમાં વિસ્ત્ાૃત અને સઘન વાર્તા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિયતનામના વડાપ્રધાન ગુયેન જુઆન ફકની પણ મુલાકાત કરી હતી આ ઉપરાંત મોદી ઓસ્ટ્રેલિયાઇ વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલને પણ મળ્યા હતાં. આ મુલાકાતને અનેક મામલામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.  આસિયાનમાં અત્યાર સુધી ચીન અને દક્ષિણ ચીન સાગરને લઇ કોઇ મામલો ઉઠયો નથી પરંતુ આ મુદ્દે અને ચીન અને વિયતનામના સંબંધમાં તનાવ રહૃાો છે. આવામાં ભારતના વિયતનામની સાથે જવું એક નવી રણનીતિ તરફ ઇશારો કરે છે.

વડાપ્રધાન મોદીએ બ્રુનેઇના સુલ્તાન હસ્સાનલ બોલકિયાની સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરી જેમાં વ્યાપાર રોકાણ અને નવીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ચર્ચા થઇ હતી.

કુમારે ટ્વીટ કર્યું કે વડાપ્રધાન મોદીએ બ્રુનેઇ દારૂસલ્લામના સુલ્તાન હસ્સાનલ બોલકિયાની મુલાકાત કરી હતી અને બંન્ને  નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વિશેષ રીતે વ્યાપાર અને રોકાણ  નવીકરણીય ઉર્જા સંસ્કૃતિ અને  લોકોની વચ્ચે પરસ્પર સંબંધને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરી હતી.

આ પહેલા મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ અને ફિલીપીંસના રાષ્ટ્પતિની મુલાકાત કરી હતી. ફિલીપીસના રાષ્ટ્રપતિની મુલાકાત બાદ ચાર સમજૂતિ પર સહી કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *