મોદીની પ્રથમ આર્થિક સલાહકાર પરિષદની બેઠક યોજાઈ અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા માટે કાઉન્સિલ દ્વારા પ્રાથમિકતા નક્કી

pm-narendra-modis-economic-advisory-council-to-hold-first-meeting-today

દેશમાં આર્થિક મંદીને લઇને ટિકા ટિપ્પણીના દોર વચ્ચે હાલમાં જ રચવામાં આવેલી નવી આર્થિક સલાહકાર પરિષદે નાણાંકીય મોરચે મજબૂત રુપરેખા તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ફિસ્કલ કન્સોલીડેશન અથવા તો નાણાંકીય મજબૂતીને વળગી રહેવા એડવાઈઝરી કાઉન્સિલે સરકારને સલાહ આપી છે. સાથે સાથે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. એવું સૂચન પણ કરાયું છે કે, ઇન્ડસ્ટ્રી માટે કોઇપણ સ્ટીમ્યુલસ ફિસ્કલ પારદર્શકતાના ખર્ચે યોગ્ય રહેશે નહીં. કાઉન્સિલના ચેરમેન બિબેક ડેબ્રોય દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. સભ્યોની અંદર એવી સર્વસંમતિ છે કે, ફિસ્કલ કન્સોડીલેશનની કવાયત જારી રાખવી જોઇએ. કાઉન્સિલની  ભલામણો સરકારની હિલચાલની વિરુદ્ધમાં છે. સરકાર અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા ૫૦૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરવા વિચારી રહી છે. આવા સમયમાં પેકેજ ન જારી કરવાની વાત આમા કરવામાં આવી છે. દેબ્રોયએ કહ્યું છે કે, પેનલે ૧૦ એવા મુદ્દા ઓળખી કાઢ્યા છે જે હાલના સમયની માંગ છે જેમાં આર્થિક ગ્રોથ અને નોકરીની રચનાનો સમાવેશ થાય છે. પ્રથમ થોડાક મહિનામાં જ કાઉન્સિલનું ધ્યાન કેન્દ્રીય બજેટ ઉપર રહેશે જે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રજૂ કરવામાં આવશે. કાઉન્સિલની રચના ર૬મી સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવી હતી. વડાપ્રધાનની મંજુરી સાથે આની રચના કરાઈ હતી. મંગળવારના દિવસે દિવસ દરમિયાન ચર્ચા ચાલી હતી. તેની પ્રથમ બેઠક આજે યોજાઈ હતી. કાઉન્સિલના સભ્યો ઉપરાંત આ બેઠકમાં મુખ્ય આર્થિક સલાહકાર અરિંવદ સુબ્રમણ્યમ ઉપસ્થિત રહૃાા હતા. આજે પ્રથમ ઔપચારિક બેઠક મળી હતી. સંબંધિતો સાથે આ બેઠક આજે પ્રમાણમાં નાની હતી પરંતુ આગામી મહિનામાં વધુ બેઠકો યોજાશે. ત્યારબાદ વડાપ્રધાનને ભલામણ કરવામાં આવશે. સત્તાવાર નિવેદન મુજબ આર્થિક પરિબળોને પાટા ઉપર લાવવા માટેની જરૂરીયાત દેખાઈ રહી છે. પરિષદની કામગીરીના સંદર્ભમાં પુછવામાં આવતા સભ્યોએ કહ્યું હતું કે, મોનિટરી પોલિસી, ફિસ્કલ ફ્રેમવર્ક, કૃષિ અને સામાન્ય સેક્ટર જેવા મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ધ્યાન આપીને તે ભલામણ કરશે. તેનું કહેવું છે કે, પ્રવર્તમાન સંસ્થાઓ સાથે વાતચીત કરીને રિપોર્ટ તૈયાર કરશે. નીતિ આયોગના સંશાધનોનો ઉપયોગ કરશે. કાઉન્સિલના સભ્યોમાં નીતિ આયોગના સભ્યો  દેબ્રોય ઉપરાંત નીતિ આયોગના મુખ્ય સલાહકાર રતન વટલનો સમાવેશ થાય છે જે મેમ્બર સેક્રેટરી તરીકે છે. કાઉન્સિલની આગામી બેઠક નવેમ્બરમાં મળનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *