મોડાસા સહિત પંથકમાં ઝડપી ચૂંટણી પ્રચાર સાથે ખાટલા બેઠકોનો દોર

આગામી વિધાનસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેતા રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે. સભાની સાથે ખાટલા બેઠકો થઈ રહી છે. ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ ચુંટણી પંચે આ ચૂંટણી વખતે મતદાન પુરૂ થવાના સમય પહેલાં ૪૮ કલાકના સમય ગાળામાં ચૂંટણી પ્રચાર માટે ઘેર-ઘેર મુલાકાતમાં વધુમાં વધુ પાંચ વ્યકિત જઈ શકશે તેમજ પક્ષના કાર્યકરો બેનર્સ પ્રદર્શીત કરી શકશે નહીં તેવું ફરમાન કરેલ છે. ત્યારે ચૂંટણી પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૮મી ડિસે.ના રોજ હિંમતનગરમાં જાહેર સભા યોજાશે તે માટે ભાજપે તૈયારી કરી જોરશોરથી પ્રચાર શરૂ કરેલ છે જ્યારે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની દૃષ્ટિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તૈયારી શરૂ કરેલ છે. આ સાથે વડાપ્રધાનની જાહેરસભા અરવલ્લી જિલ્લામાં શામળાજી, મેઘરજ, બાયડ કે મોડાસા એમ કોઈ પણ એક સ્થળે યોજવાની વિચારણાની સાથે તૈયારી થઈ રહી છે તેમ કોંગ્રેસના હાલ ઉપાધ્યક્ષ હવે અધ્યક્ષ રાહુલ ગાંધીની સભાઓ માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે. તેની કોંગ્રેસમાં તૈયારી ચાલી રહી છે.
આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન હિંમતનગરમાં હોલ્ડિંગ્સનાઈજારેદારો દ્વારા ટેન્ડરની શરતો અને જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ભાજપના હોલ્ડિંર્ગ્સ જાહેર રોડ ઉપર લગાવી આચાર સંહિતાનો ભંગ કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી જાહેરાતના હોલ્ડિંગ્સ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ છે.
ભિલોડા- મોડાસામાં ચૂંટણીમાં ફરજ બજાવતા ૧૧૦૦ જેટલા કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું કોલેજ કેમ્પસ મોડાસા ખાતે પ્રથમવાર ફોટા સાથેના બેલેટ ઉપર સરકારી કર્મચારીઓ મતદાન કર્યું તેમત પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં રખાશે ૩ બેઠકના ૧૦ હજાર કર્મી.ઓએ મતદાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *