મોડાસામાં સ્નેચરોનો તરખાટ

મોડાસા નગરમાં ચેઈન સ્નેચર ટોળકીએ ફરી પોતાના કરતબ દેખાડવાના શરૂ કર્યાં છે. મોડાસામાં ચેઈન સ્નેચર ટોળકીએ છેલ્લા કેટલાક દિવસોથી તરખાટ મચાવી મુક્યો છે.

દરમ્યાન બાઈક ઉપર આવતી આ ટોળકીએ મોડાસાના મેઘરજ રોડ ઉપર બે મહિલાના ગળામાંથી સોનાના દોરા તોડતા સમગ્ર પંથકમાં ભય છવાયો છે. આંતરા દિવસે એક મહિલાના ગળામાંથી આ મેઘરજ માર્ગ ઉપર સોનાના દોરા તૂટે છે પરંતુ આ ટોળકી ઝડપાતી ન હોઈ દાગીના પહેરીને ઘરમાંથી નીકળતા મહિલા ડર અનુભવે છે. તસ્કરોને પોલીસનો ડર રહૃાો ન હોઈ બિન્દૃાસ ચોરી કરી પલાયન થઈ ફરાર થઈ જાય છે.

મોડાસા નગરમાં છેલ્લાં બે દિવસમાં મેઘરજ રોડ ઉપર બે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તૂટ્યા છે. તેમાં પલ્લવીબેન દિપકભાઈ પંડ્યા મેઘરજ રોડથી ઘરે જઈ રહૃાાં હતા તે સમયે નંબર વગરની બાઈક લઈને આવેલ બે શખ્સોએ તેમના ગળામાંથી સોનાનો દોરો તોડી ભાગી ફરાર થઈ ગયા હતા.

બીજા બનાવમાં આ માર્ગ પરથી ઈન્દુબેન ઈશ્વરભાઈ શરીગોડ ઘર તરફ જઈ રહૃાાં હતા ત્યારે પાછળથી બાઈક લઈને આવેલ ચેઈન સ્નેચરઓએ ગળામાંથી બે તોલા સોનાનો દોરો તોડી નાસી છુટ્યા હતા. ધમધમતા જાહેર રોડ ઉપર સોનાના દોરા ખેંચાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *