મોડાસામાં વકરતી ટ્રાફિકની સમસ્યા

અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે પોલીસ અને પાલિકાની ઘોર બેદરકારી વચ્ચે દિન-પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકટ બની ગઈ છે. ત્યારે ટ્રાફિક નિયમનની ફરજ માટે મૂકવામાં આવેલા ટીઆરબી જવાનોની બેદરકારીથી નગરના ચાર રસ્તા અને લીયો પોલીસ ચોકી નજીક વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આ ટ્રાફિકના ચક્કાજામના બનાવોથી વાહનચાલકો તથા રાહદારીઓ મુશ્કેલી અનુભવી ત્રસ્ત બન્યા છે. હાથલારીઓ તથા રિક્ષાઓના કારણે અનેકવાર ટ્રાફિકજામ થાય છે. પોલીસ નિષ્ક્રિય બની ગઈ છે. પ્રારંભમાં પાલિકા પ્રમુખ વનીતાબેન પટેલે ટ્રાફિક સમસ્યા હલ કરવા દબાણોની સાથે હાથલારીઓ હટાવી હતી, પણ ફરી હાથલારીઓ યથાવત તે જ સ્થળે અિંડગો જમાવી દીધો છે. તો હાથલારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ છે.

વહીવટી તંત્રની ટ્રાફિક સમસ્યા હલ કરવાની ઉદાસીનતા વચ્ચે વકરેલી ટ્રાફિક સમસ્યાથી નગરજનો પરેશાન છે. જિલ્લાનું વડુ મથક બન્યા બાદ મોડાસામાં લોકો તથા વાહનોની અવર-જવર ખૂબ વધી જવા પામેલ હોઈ ટ્રાફિક નિયમન કરવું અત્યંત જરૂરી બન્યું છે. તેમાં ટ્રાફિક નિયમન માટે મુકેલા ટીઆરબી પોલીસ જવાનો પોલીસ ચોકી ઉપર વાતો કરવામા મશગુલ રહી પોતાની ફરજ ચુકી રહૃાાં છે. હવે મોડાસાનગરની ટ્રાફિક સમસ્યા હલ કરવાનો સમય પાકી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *