મોડાસામાં પદ્માવતી ફિલ્મના વિરોધમાં સૂત્રોચ્ચાર કરાયા

ફિલ્મ નિર્માતા અને દિગ્દૃર્શક સંજય લીલા ભણસાલી નિર્મિત ફિલ્મ પદ્માવતી સામે ભારે વિવાદ સાથે વિરોધ સર્જાયો છે. ચૂંટણી ટાણે રાજકીય મુદ્દો બની ઉહાપોહ છે. ગુજરાત રાજ્યની ચૂંટણી સમયે આ ફિલ્મ રજૂ ન થાય તેવા પ્રયાસો થઈ રહૃાાં છે.

ઈતિહાસથી વિપરીત અને સત્ય હકીકત તોડી-મરોડી કેટલાક કાલ્પનિક શ્યો આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યાં હોવાના મુદ્દે રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તેથી મહાકાલ સેનાએ આ ફિલ્મનો સખ્ત વિરોધ કર્યો છે. ડાયરેક્ટર સંજય ભણસાલીના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણી દુભાય તેવા કોઈ શ્યો નથી.

આ સંજોગોમાં અરવલ્લી જિલ્લાની મહાકાલ સેનાના યુવકો દ્વારા મોડાસા ખાતે પદ્માવતી ફિલ્મના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી દેખાવો કર્યા હતા અને કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતુ. તેઓએ ઈતિહાસથી વિપરીત વિવાદીત ફિલ્મને રિલિઝ નહીં કરવા રજૂઆત કરી હતી તેમજ મોડાસામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પણ દેખાવો કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *