મેલબોર્નની વિકેટથી ICC ભારે ખફા

mel

આઈ.સી.સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ મેલબર્ન ક્રિકેટ મેદાનની પિચને ગયા અઠવાડિયે ડ્રો ગયેલી એશિઝ ટેસ્ટ મેચ માટે ખરાબ રેટિંગ આપ્યું છે અને કોઈ આકરા પગલાં ભરવા પહેલા તેનો જવાબ આપવા માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા (સી. એ.)ને બે સપ્તાહનો સમય આપ્યો છે.

ખેલાડીઓ અને કોમેન્ટેટરોએ આયોજક ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે બોક્સિગં-ડેની તે ટેસ્ટ માટેની નિર્જીવ પિચની ટીકા કરી હતી અને આઈ. સી. સી.ના મેચ રેફરી રંજન મડુગલેએ પણ વિશ્ર્વની સર્વોપરી ક્રિકેટ સંસ્થાને સુપરત કરવાના તેમના સત્તાવાર અહેવાલમાં ખરાબ રેટિંગ આપ્યું હતું.આવું ખરાબ રેટિંગ મેળવનાર મેલબર્ન ઑસ્ટ્રેલિયાનું પ્રથમ કેન્દ્ર બન્યું છે.

રંજન મડુગલેએ જણાવ્યું હતું આ વિકેટ પર પાંચ દિવસ દરમિયાન કોઈ ચેન્જ જોવા મળ્યો ન હતો અને ન બોલરો વિકેટ લઇ શક્યા ન બેટ્સમેન રન બનાવી શક્યા અને બાઉન્સ અને ઝડપ પણ ઓછા હતા.

સુકાની સ્મિથ કે જેમણે સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને બચાવી લીધું તેમને પણ મેલબોર્નની વિકેટની ટીકા કરી હતી તેમને જણાવ્યું હતું કે ટેસ્ટ મેચ માટે આ વિકેટ અનુકૂળ ન હતી.દરમિયાન આઈસીસીના ઓઇચ માટેના નવા નિયમો ૪ જાન્યુઆરીથી અમલમાં આવી રહ્યા છે જેમાં હવે ટેસ્ટમેચની પીચ નબળી કે યોગ્ય નહિ અથવા સ્ટેડિયમની વ્યવસ્થામાં પણ ખામી હશે તો તે સેન્ટરને ડીમેરિટ પોઇન્ટ મેચ રેફરી આપી શકશે અને તે સેન્ટર પર ફરી આયોજન કરવાનો માઇનસ પોઇન્ટ પણ ગણાશે.

આઈ. સી. સી.ના નિયમો પ્રમાણે આ માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સામે સત્તાવાર ચેતવણીથી દંડ સુધીના પગલાં લઈ શકે છે. પણ, ગુરુવારથી અમલમાં આવતા નવા નિયમ પ્રમાણે ખરાબ અથવા અયોગ્ય પિચના કિસ્સામાં તેના ખાતેથી બે પોઈન્ટ બાકાત કરાનાર છે જે કારણે તે કેન્દ્રને છેવટે સસ્પેન્ડ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *