મેજરે ભાનમાં આવતા જ પ્રશ્ર્ન કર્યો, આતંકીઓનું શું થયું?

fp2

જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ ઉપર ત્રાસવાદી હુમલા દરમિયાન ઘાયલ થયેલા સાહસી જવાનનો રોમાંચક કિસ્સો સપાટી ઉપર આવ્યો છે. ત્રાસવાદીઓ સામે જીવસટોસટના જંગ દરમિયાન ઘાયલ થયેલા જવાનો પૈકીના મેજર અભિજીતને ગંભીર ઇજા થઇ હતી. સુંજવાન લશ્કરી કેમ્પ પર હુમલા દરમિયાન ઘાયલ થયા બાદ તે સારવાર હેઠળ હતા. ૩-૪ દિવસ દરમિયાન બહારની દુનિયા સાથે તેમને કોઇ લેવાદેવા ન હતા. કોઇ માહિતી લેવાની સ્થિતિમાં પણ ન હતા. સર્જરી બાદ ભાનમાં આવ્યા બાદ મેજર અભિજીતે પહેલો પ્રશ્ર્ન એ જ કર્યો હતો કે, આતંકવાદીઓનું શું થયું. મેજર અભિજીતની સારવાર ઉધમપુરની આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઉધમપુર કમાન્ડ હોસ્પિટલના કમાન્ડેડ મેજર જનરલ નદીપ નેથાનીએ કહ્યું છે કે, અભિજીતનો આત્મવિશ્ર્વાસ અભૂતપૂર્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *