મુખ્યમંત્રીના ચૂંટણી કાર્યાલયમાંથી વોન્ટેડ ગુનેગારો પકડાયેલા રાજકોટમાં ગુનાખોરીના પ્રશ્ર્ને કોંગ્રેસના સભ્યના આક્ષેપથી ગૃહમાં તંગદીલી

ગુજરાત વિધાનસભામાં આજે રાજકોટ શહેર/જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગુનાખોરીનો પ્રશ્ર્ન રાજકોટ પુર્વ કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ કર્યો હતો અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જ ગુનેગારોને છાવરવા ભલામણ કરતા ફોન કરવામાં આવે છે. તેમના આવા ખુલ્લા આક્ષેપથી ભાજપ-કોંગ્રેસના સભ્યો ઉભા થઈ ગયા હતા અને ગૃહમાં ઉશ્કેરાટભર્યુ વાતાવરણ સર્જાયુ હતું. જો કે અધ્યક્ષે આ મુદે માઠી માંગવાનું અથવા શબ્દો પરત ખેચવાનું ઈન્દ્રનીલ રાજયગુરુને કહ્યું હતું ત્યારે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું જે બોલ્યો છું. તેમાં ખોટો કરીશ ત્યારે માફી માંગીશ તેવો પડકાર ફેંકતા અધ્યક્ષે પ્રશ્ર્ન મોકુફ રાખ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્ર્નોતરીકાળમાં રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં ગુનાહીત કૃત્યોનો રેશિયો ઘટયો નથી. જેના કારણે શાંત રાજકોટ આજે અશાંત બની ગયુ છે અને રાજય સરકાર દ્વારા પોલીટીકલ એમ્પ્લોયમેન્ટો થાય છે તેવો આક્ષેપ કરતાં જ ભાજપના સભ્યોએ રાજયગુરુએ કરેલા પ્રશ્ર્ન દરમ્યાન જ ભારે હોબાળો મચાવી દીધો હતો. આ સમયે મુખ્યમંત્રી સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ અગત્યનો પ્રશ્ર્ન છે અને તેની ચર્ચા ના થાય તેમ ભાજપ ઈચ્છીરહ્યું છે. સાથોસાથ તેમણે એમ પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના ગામનો પ્રશ્ર્ન છે એટલે સભ્યો જાણી જોઈને આ ચર્ચા થવાદેતાં નથી. તેવો આક્ષેપ કર્યો હતો.
જેના ઉતરમાં ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં આજે વસ્તી વધારો અને ઔદ્યોગીક એકમો વધી ગયા છે ત્યારે પોતાના જવાબમાં જ મુખ્યમંત્રીનો બચાવ કરતા ગૃહ રાજયમંત્રીએ જવાબ દરમ્યાન જ ઈન્દ્રનીલ રાજયગુરુએ જણાવ્યું હતું કે તમને મનમાં એવું છે કે હું મુખ્યમંત્રીની સામેનો ઉમેદવાર છું ત્યારથી તેને સતાગૃહમાં ખલેલ પહોંચાડેલ છે.
દરમ્યાન બન્ને પક્ષે ગરમાગરમી સર્જાઈ હતી અને ગૃહમાં મોદી-મોટીના નારાજથી ગૃહ ગુંજી ઉઠયું હતું.
આ તબકકે અધ્યક્ષે અપીલ કરતા જણાવ્યું હતું કે બન્ને પક્ષે મુદાસર પ્રશ્ર્નો અને તેના જવાબો અપાય તેવી ટકોર કરી હતી. ત્યારે ગૃહમંત્રીએ તેમનો જવાબ આગળ ધપાવતા પહેલા એવું વિધાન કર્યુ હતું કે દરેક બાબતમાં મુખ્યમંત્રીને ટાંકે તે યોગ્ય નથી અને વળતો આક્ષેપ કરતા પ્રદીપસિંહ જાડેજાએ ઈન્દ્રનીલ રાજયગુરુતંત્ર જોતા કહ્યું હતું કે આ ધારાસભ્ય પોતે દારૂની પરમીટ ધરાવે છે.
ત્યારે દારૂ પીવા વાળા બીજાને શું શીખામણ આપે તેવું વિધાન કર્યુ હતું અને જણાવ્યુ હતું કે વિપક્ષી સભ્યએ કરેલા વિધાનો રાજકોટ પોલીસનું મોરલ તોડવા વાળા છે. આ સમયે કોંગ્રેસના સભ્યો ઉભા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
દરમ્યાન અધ્યક્ષે ઈન્દ્રનીલ રાજયગુરુને માપી માંગવા કડક શબ્દોમાં ઠપકાર્યા હતા અને જણાવ્યુ હતું કે ગૃહમાં મુખ્યમંત્રી સામે કરેલા આક્ષેપો ચલાવી નહીં લેવાય તેમ કહેતા જ ઈન્દ્રનીલ રાજયગુરૂએ વળતી દલીલ કરતા એવું નિવેદન કર્યુ હતું કે બન્યુ છે તેજ હું બોલું છું. તેની માફીની શી જરૂર છે? તેવી દલીલના જવાબમાં અધ્યક્ષ રમણલાલ વોરાએ ફરીથી માંફી માંગવા અથવા શબ્દો પાછશ ખેચવાનું રટણ ચાલુ રાખ્યુ હતું.
દરમ્યાન ભાજપના તમામ ધારાસભ્યોએ માફી માગે માફી માગેના સુત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા આમ છતાંય રાજયગુરૂ તેમના બોલેલા શબ્દો પર અફર રહ્યા હતા. અને કહ્યું હતું કે હું બોલ્યો છું તે ખોટુ ઠરશે તો હું માફી માંગી લઈશ તેમના આ જવાબ સાથે જ અધ્યક્ષે પ્રશ્ર્નને મોકુફ રાખી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *