મુંબઇમાં મળે છે ડાયમન્ડ અને ગોલ્ડ કોફી

coffeeb

મુંબઈ: કોફીરસિયાઓ માટે હવે મુંબઇમાં પણ ઘણાબધા ઓપ્શન્સ છે. જો કે કોફી બાય ડી બેલા નામની એક કોફીશોપ ચેઇને હટકે કોફી પીરસવાનું શરૂ કર્યુ છે. એનું નામ છે ડાયમન્ડ કેપુચીનો અને ગોલ્ડ કેપુચીનો. નામ મુજબ આ કોફી પર ડાયમન્ડ અને ગોલ્ડની સજાવટ કરેલી છે. અલબત્ત, એ સાચકલા ડાયમન્ડ કે સોનાની નથી હોતી. ખાઇ શકાય એવા ગ્લીટરની મદદથી કોફી પર ડાયમન્ડ અને ગોલ્ડ શેડના શેપ ઉભારવામાં આવે છે. કોફીના કપની ઉપર ઊભરાતા ફીણની ઉપર પાંદડાં અને સ્માઇલી શેપ બનાવવામાં આવે છે જે જોવામાં એકદમ હટકે લાગે છે. અલબત્ત, આ કોફીનો સ્વાદ અને નોર્મલ કેપુચીનો જેવો જ હોય છે અને કિંમત પણ લગભગ ર૦૦ રૂપિયા જેટલી જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *