મિલકતના ઝઘડા બાબતે ભત્રીજા ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ત્રણ કાકા સહિત ચારે કરેલી હત્યા

શહેરના ઇસનપુર વિસ્તારમાં મિલકતના ઝઘડા બાબતે ત્રણ કાકા સહિત ચાર જણાંએ ભેગા થઈ યુવાન ભત્રીજાની હત્યા કરી હતી.

પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઇસનપુર વિસ્તારની મહાબલી સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ, દિનેશભાઈ, અક્ષયભાઈ અને સંદીપભાઈ સાથે રાયપુર ખાતે રહેતા તેઓના સગા ભાઈ મુકેશભાઈને તેમના મકાન બાબતે તકરાર ચાલતી હતી.

સાંજના સુમારે મુકેશભાઈનો પુત્ર વિકાસ ચુનારા તેઓની રીક્ષા લઈને ઇસનપુર વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે તેના કાકા દિનેશભાઈ તેને જોઈ ગયા હતા તેથી ચારેય ભાઈઓ તેમની પાછળ હથિયારો સાથે પડ્યા હતા. વિકાસે તેથી રિક્ષા ભગાવી હતી અને રિક્ષા મુકી નાસી છુટવાની કોશીષ કરી હતી. પરંતુ અડધો કિમી. સુધી દોડ્યા બાદ વિકાસને પકડી છરા-ચપ્પાથી તેના કાકાઓએ હુમલો કર્યો હતો તેમજ ડઝનથી વધુ ઘા ઝીંકી તેઓ ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત વિકાસનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા ઇસનપુર પોલીસે મુકેશભાઈ ચુનારાની ફરિયાદના આધારે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *