માલામાલ ટીમ-ઈન્ડિયા: દરેક ખેલાડીને ૫૦-૫૦ લાખનું ઈનામ!

team

આઈસીસીનાં ટેસ્ટ રેન્કીંગમાં નંબર વન સ્થાન પર રહેલા ભારતે ટેસ્ટ ગદા મેળવી લીધી છે ગઈકાલે આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફ્રેમમાં સામેલ સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીને ગદા આપી હતી. આઈસીસી પાસેથી ૧૦ લાખ ડોલર અંદાજે ૬ કરોડ ૫૪ લાખ રૂપિયાનો ચેક પણ ભારતને મળ્યો,. આ ગદા રેન્કીંગમાં ટોચ પર રહેનાર ટીમ પાસે રહે છે. રવિચંદ્રન અશ્ર્વીનને આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો જે તને કપીલદેવ અને સુનિલ ગાવસ્કરનાં હસ્તે મળ્યો હતો.
ઓસી.સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણી જીતીને ભારતે સતત સાતેય ટેસ્ટ સીરીઝ જીતી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમને નંબરવન સ્થાન પર રહેવા અને ૨૦૧૬-૧૭ દરમ્યાન અજેય રેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
એક સ્ટેટમેન્ટમાં ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે બોર્ડ ભારતીય ટેસ્ટ ટીમના દરેક ખેલાડીને ૫૦ લાખ રૂપિયા, કોચને ૨૫ લાખ અને સપોર્ટ સ્ટાફને પાંચ લાખ રૂપિયા આપશે. ભારત આ સીઝનમાં કુલ ૧૩ મેચ રમ્યુ હતું જેમા ૧૦ જીત મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *