માનવ મહેરામણ ઉમટી પડ્યો અરવલ્લી જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું

ગુજરાત ગૌરવ યાત્રા આજ રોજ અરવલ્લી જિલ્લામાં પ્રવેશતાં ભુડાસણ ગામે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે પછી યાત્રા બાયડ ખાતે આવી પહોંચતા અહીં જાહેર સભાને સંબોધન કરીને નેતાઓ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ પ્રજા સમક્ષ મૂકવામાં આવી હતી. લોકોએ ભારે ઉમળકાભેર ઉમટી પડીને ગૌરવ યાત્રાનું સ્વયંભૂ સ્વાગત કર્યું હતું.

ભુડાસણથી બાઈકોનો મોટો કાફલો જોડાઈને નીકળેલી રેલી જિલ્લામાં યાત્રાનું સમાપન થયું ત્યાં ભિલોડા સુધી યુવાનો ઉમંગભેર જોડાયા હતા. સમગ્ર યાત્રાના માર્ગો ઉપર કેસરિયો માહોલ સર્જાયો હતો.

મોડાસા ખાતેની જાહેરસભાને સંબોધતાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનું ગૌરવ વદારનારી લોક કલ્યાણની યોજનાઓ ઉપરાંત કેન્દ્રના ત્રણ વર્ષના શાસનમાં લોક થઈ રહેલા સુખાકારીના વિકાસ કામો પ્રજા સમક્ષ મૂક્યાં હતાં.

બીજી તરફ ચૂંટણી આવે એટલે લોકોને ભરમાવી મત લેવા પેતરા રચતી કોંગ્રેસને પ્રજા સારી રીતે ઓળખી ગઈ છે. ભાજપના શાસનમાં શાંતિ અને સલામતીનો અહેસાસ કરતી જનતાએ અગાઉના વર્ષો પહેલાંના કોંગ્રેસના શાસન પણ જોયાં છે.

આ યાત્રા સાથે પ્રદેશ મહામંત્રી સી. કે. પટેલ, પ્રભારી હર્ષદગિરી ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરિંસહ ડાભી, મહામંત્રી શામળભાઈ પટેલ અને યાત્રા ઈન્ચાર્જ અને વિપક્ષી નેતા રાજુભાઈ પટેલ વગેરે સહિત અગ્રણીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *