માનવ મગજ વિરુધ્ધ આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ

mindtree_smc

હાલમાં જ ફેસબુકના ચેટબોટ (રોબોટ) અચાનક જ તેની ભાષા બોલવા લાગતા આ વિશ્ર્વ વિખ્યાત કંપનીએ તેના આ આર્ટફિશ્યલ ઈન્ટેલીજન્સ રોબોટને જ શટડાઉન કરી દેવા પડયા હતા. સોશ્યલ નેટવર્કના આ ચેટબોટ- એલીસ અને બોબ એકબીજા સાથે જ ઝઘડતા હોય તેવી ભાષામાં બોલવા લાગ્યા જે તેને વાસ્તવમાં પ્રોગ્રામ કરાયા જ ન હતા પણ આ ઘટનામાંથી એ અર્થ કઢાયો કે રોબો તેના માસ્ટર માનવની કાબુ બહાર જઈ શકે છે. ઈલોન મુશ્ક અને બીલ ગેવ્સ જેવા ટેક બિલીઓનર્સ- આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ- લાંબાગાળે તેના જ સર્જક માનવને વફાદાર રહેશે કે કેમ તે વિચારવાની ચેતવણી આપી છે અને તે માનવ જાતના અસ્તિત્વ સામે જ જોખમ સર્જી શકે છે તેવી ચેતવણી પણ આપી છે. ચેટ બોટસની આ ઘટના આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની દુનિયામાં જબરી ચર્ચા છે. એક બાબત અત્યંત સ્પષ્ટ છે કે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સમાં સંવેદનશીલતા- લાગણી નથી પણ તે ભવિષ્યમાં હોઈ શકે છે અને તે દિવસે તે ખતરનાક બની શકે છે. ૨૦૧૫માં અમેરિકાની પોલીટેકનીક ઈન્સ્ટીટયુટમાં એક રોબોએ સેલ્ફ અવેરનેસ ટેસ્ટ- પ્રથમ વખત પાસ કર્યા અને વિશ્ર્વનો પ્રથમ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ લોયર ૨૦૧૬માં ન્યુયોર્કની લો ફર્મ બાકર વન હોસ્ટેલરમાં સેવા આપે જ છે. જો કે કોસ્મોલોજીસ્ટ મેકસ ટેગમાર્ક કહે છેકે જો બુદ્ધીશાળી તર્ક કરનારો કે સંવેદનશીલ રોબો બને તો તે ‘એલીયન’ જેવો બની જશે તે આપણને કોઈ ને જોઈ ઓળખી શકશે નહી. તે એવી અલગ દુનિયા કે અલગ સમયમાં હશે જે ખુદની એક દુનિયા ઉભી કરશે જેમાં તેના જ કાનૂન હશે. ઓકસફર્ડના આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્ટ નિષ્ણાંત નીક બોસ્ટ્રોએ એક પુસ્તક સુપર ઈન્ટેલીજન્ટસ- પાથ- ડેન્જર- સ્ટેટેજીસ લખ્યું છે જેમાં આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના ખતરાને કલ્પના સ્વરૂપે પણ હાલની વાસ્તવિકતા સાથે જોડીને રજુ કર્યા છે તેઓ કહે છે કે મશીન જયારે માણસની વધુ બુદ્ધીશાળી બની જશે તો ઈન્ટેલીજન્ટ-એકસપ્લોઝન- બૌદ્ધિક વિસ્ફોટ જેવી સ્થિતિ બનશે અને મશીન તેના ખુદના જેવા વધુ સારા મશીન બનાવવા લાગશે અને માનવ સાથે તે ટકરાશે. તેઓએ ગાર્ડીયન સાથેની એક મુલાકાતમાં કહ્યું કે મશીન હવે વધુ ઝડપથી અને વધુ ઉંડાણથી શિખવા લાગ્યા છે અને ધાર્યા કરતા વધું ઝડપી સાબીત થયા છે. જો કે ફેસબુકના માર્ક ઝુકરબર્ગની દલીલ છે કે ટેકનોલોજી હંમેશા સારી અને ખરાબ બન્ને અસર આપે છે અને તમો તેને કઈ રીતે બનાવો છો તેના પર છ જો તમો આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ સામે દલીલ કરો તો તમો એ દલીલ પણ કરો કે સલામત કાર ને પણ અકસ્માત થાય છે તો શું તમામ ટેકનોલોજી પ્રગતિ-માનવ મગજે પાછળ રાખી દેશે. બીજી તરફથી દલીલ છે ‘ના’ આર્ટીફીશ્યલ એ અંતે તો આર્ટીફીશ્યલ જ છે તેમ છતાં એ વાસ્તવિકતા છે કે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ એ હવે વધુ એડવાન્સ અને ક્ષમતા સાથેની બની છે અને તેથી જ ભય છે કે એક દિવસ આ ઈન્ટેલીજન્સ મશીન આપણાથી આગળ વધી જશે એટલું જ નહી આપણું ભવિષ્ય પણ નકકી કરી શકે છે.
હાલમાં તો રોબો કોઈ હત્યા કરે તેવું બન્યું નથી. હા ઔદ્યોગીક એકમમાં રોબો જેવા ઈન્ડસ્ટ્રીયલ ટુલ્સમાં કોઈ ઘાતક ઘટના બને તો તે ઈન્ટેલીજન્સથી નહી પણ મશીનને ખોટા કમાન્ડ આપીને થયેલી હત્યા કે પછી કોઈ ટેકનીકલ ક્ષતિ થઈ છે. (એ સ્પેસ ઓડીસી) તેમ છતાં હાલમાં જ જે નવા મશીન ડેવલપ થયા છે. તેની શિખવાની ક્ષમતા આપણને આશ્ર્ચર્ય ફેલાવે તેવી છે. રોબો હવે ખુદની રીતે શિખવા લાગ્યા છે. ફેસબુકને તેના બે ચેટબોટ હટાવી લેવા પડયા અને ચાઈનામાં એક ટુરીંગ ઓફીસ રોબો જે ચાઈનાનો ઈતિહાસ કહે છે તેને એક પ્રશ્ર્ન પૂછાયો કે શું તું સામ્યવાદી પક્ષને પ્રેમ કરે છે તો રોબોએ કહ્યું ‘ના’! ફેસબુકના ચેટબોટ કે આ રોબોએ જે ઓળખી શકે તેવા વાકયોને બદલે તેને જે ઈચ્છા પડે એ વાકયમાં બોલવા લાગ્યા. ચેટબોટના રોબો વચ્ચેનો સંવાદ ભલે કઈ અર્થ વગરનો હતો છતાં તે બન્ને સંવાદ કરતા હતા તે જ ચોંકાવનારુ છે. જેને ટેકનોલોજીની ભાષામાં ‘ઈન્ટેલીજન્સ બબલ’ તરીકે ઓળખવામાં આવ્યા છે.
આ કોઈ એકાદ અનિચ્છનીય ઘટના નથી પણ ચાઈનીઝ ઘટના એ દર્શાવે છે કે રોબોર્ટ તેના આ પ્રકારના રફ વર્તનને લોકો પાસેથી શિખે છે. ગત વર્ષે માઈક્રોસોફટના ટાય નામના ચેટબોર્ટ પણ આવું જ કર્યું હતું. માનવ વિચારોની મીમીક્રી કરવા માટે પ્રોગ્રામ કરાવેલા આ રોબો તેને શરારતી- વ્યક્તિએ જે મટીરીયલ ફીડ કર્યું હતું. વાસ્તવમાં રોબોને જે ‘ફીડ’ પ્રોગ્રામ કરાવાય છે તેને પણ તે પ્રોસેસ કરીને બે ડગલા આગળ વિચારે છે. ગુગલના આલ્ફાબેટ દ્વારા તૈયાર કરાયેલો રોબો ‘આલ્ફાગો’ અત્યંત ગુંચવણભરી ગેમમાં તેના માસ્ટરને પરાજીત કરે છે તેથી જ વધુ તેને જે ઓરીજનલ ચાલ શિખડાવાઈ હોય છે તેમાં પણ નવીનતા લાવે છે. વિશ્ર્વમાં હવે ફાઈનાન્સીયલ સહિતની દરેક સેવામાં રોબોનો ઉપયોગ થઈ રહ્યો છે.
આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ફકત ડ્રાઈવર કાર સુધી જ મર્યાદીત રહેવાની નથી પણ તેથી તેવો સમય આવે કે રોબો ખુદને જ રી-ડીઝાઈન કરશે અને તેથી જ હવે રોબો- ટ્રાન્સપરન્સીની વાત પણ થવા લાગી છે. રોબો પર કંટ્રોલ તો આપણોજ હોવો જોઈએ.
તમામ ટેકનોલોજી છતા માનવ મગજ એ વિશ્ર્વનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર જ છે. ઈન્ટેલીજન્સ જે જો લર્નીંગ (અભ્યાસ) માહિતી મેળવવી, પ્રશ્ર્નો ઉકેલવા, ધારણાઓ બાંધવી, ભાષાને સમજવી અને તે મુજબ વાતચીત કરવી આ તમામ કામકાજ જ આપણું મગજ કરે છે અને તેમણે એક જ સાથે અને શક્તિનો સૌથી (ઉર્જા-પાવર) ઓછો ઉપયોગ કરીને અને હવે તેને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો માનવ મગજથી જ એક નવું શક્તિશાળી મગજ (કોમ્પ્યુટર-રોબો) બનાવવાના પ્રયાસોમાં છે. આજે આ ઈન્ટેલીજન્સ આપણા જીવન સાથે કેટલી સંકળાઈ ગઈ છે. આપણા મેઈલ બોકસના મહત્વના મેઈલ કરે છે. આપણી એપોઈન્ટમેન્ટ યાદ કરાવે છે. ટ્રાફીક અપડેટ આપે છે. આપણા ફીટનેસ ગોલ નકકી કરે છે. તમો કોઈ ચીત્ર આપો તો તે શું છે તે કહી દે છે. તમારા વિઝયુલ કમાન્ડ માને છે અને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સથી હવે થ્રી-ડીથી માનવ અંગ પણ બને છે.
આઈબીએમનું ડાયગ્નોસીસ મશીન માનવ શરીરમાં ફેફસાના કેન્સરનું ૯૦% એકયુરર્સ સાથે નિદાન કરે છે. જે તબીબો ૫૦% જ કરી શકે છે. આપણી આસપાસ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ પથરાઈ ગયું છે.
પણ… માનવ મગજની સામે આ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ એ એક એવી શોધ છે તેને શેપ-કલર વિ લેતા દશકાઓ લાગશે જેમ માતાપિતા તેના સંતાનને ધીમે ધીમે શું કરવું શું ન કરવું તે શિખવે છે. તે રીતે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સને આપણે બિલ્ડ કરી શકીએ.
૧૯૪૨થી ઈસાક-મેલીમનોસની સાયન્સ ફિકશન- રન એરાઉન્ડમાં રોબો માટે ત્રણ કાનૂન જરૂરી બનાવ્યા હતા. એ રોબો માનવ જાતને ઈજા કરી શકે નહી. સિવાય કે માનવ કોઈ ખોટા નિર્ણયથી જાતે જ રોબોથી ઈજા કરી બેસે- રોબોએ માનવ આપેલા ઓર્ડરનું પાલન કરવાનું છે. સિવાય કે તે તેના પ્રથમ ઓર્ડર કરતા બીજો ઓર્ડર વિરોધાભાસી હોય. બીજા શબ્દોમાં કહીએ તો રોબો એ આપણો આસીસ્ટન્ટ જ હોવો જોઈએ.
કેન્સર ડાયગ્નોસીસ મશીન જયારે તબીબી અભિપ્રાયોમાં તફાવત આવે તો ઉપયોગી થઈ શકે! મશીન આપણો ઈલાજ કરી શકે નહી. છતાં હવે એક રેસ શરૂ થઈ છે. માનવ મગજ આગળ જશે કે તેનુ જ સર્જન આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ જવાબ કદાચ હમણા નહી મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *