મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો આજથી કાળી પટ્ટી ધારણ કરશે

મહીસાગર જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકો તા.૧૧-૧૦-ર૦૧૭થી ૧૪-૧૦-ર૦૧૭ સુધી કાળીપટ્ટી ધારણ કરી શિક્ષણકાર્ય કરશે. તેમજ તા.૧૫-૧૦-ર૦૧૭ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોની મહારેલી તેમજ સભાનું આયોજન કરેલ છે. તેમાં મહીસાગર જિલ્લાના ૩૦૦૦ જેટલા શિક્ષકો આ રેલીમાં ભાગ લેનાર છે. ગત તા.૫મી ઓક્ટોબરના રોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ધરણાનાં કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના અંદાજે ૫૦ શિક્ષકોએ ભાગ લીધો હતો. તમામ પ્રાથમિક શાળામાં તા.૧૪-૧૦-૧૭ના રોજ સવારે ૧૦થી ૧૧ કલાક સુધી એસએમસી મિિંટગ સાથે વાલી મિિંટગ બોલાવીને શિક્ષકોને શિક્ષણ સિવાયની બાહૃા પ્રવૃત્તિ ન કરવાનો ઠરાવ કરી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને મોકલવામાં આવશે. શિક્ષકોની મુખ્ય માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના ચાલુ કવી, વિદ્યા સહાયકોની સળંગ નોકરી ગણવી, છઠ્ઠા પગારપંચની વિસંગતતા દૂર કરવી વગેરે છે. તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાર્ગવભાઈ પટેલે જણાવ્યું છે. જો આ પ્રશ્ર્નનો ત્વરીત નિકાલ કરવામાં ન આવે તો આ રેલી પછી જલદ કાર્યક્રમો આપનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *