મહિલાઓનું અપમાન કરનાર રાહુલ માફી માંગે:આનંદીબેન

l2

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી આનંદીબેન પટેલે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અને મહિલાઓના પોશાક સંબંધિત નિમ્ન સ્તરની અને અપમાનજનક ટીપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની સભ્યતામાં હંમેશા મહિલાઓનું સન્માન થાય છે. રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં મહિલાઓ કાર્યરત હોય છે.
ભાજપના સંવિધાનમાં પણ ૩૩% પદ મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે. મહિલા મુખ્યમંત્રી તરીકે અને ભાજપની કેન્દ્ર સરકારમાં મહિલાઓને અગત્યના મંત્રાલય તથા ગુજરાતમાં તો સ્થાનિક સ્વરાજ્યની બેઠકોમાં ૫૦% આરક્ષિત બેઠકો મહિલા માટે છે.
આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી હલકી ટિપ્પણીથી તેઓ પોતે મજાકનું પાત્ર બન્યા છે. રાહુલજીનો ઉછેર જે પ્રકારે થયો છે કે, તેમને મહિલા સન્માનનું મૂલ્ય કયાંથી સમજાય? રાહુલજી પાસે મહિલા ઉત્થાનની કોઈ યોજના કે સૂત્ર નથી. માત્ર લોકપ્રિયતા મેળવવા માટે હલકી વાતો કરવી એ શું મહિલાઓનું અપમાન નથી?? મહિલાઓએ કેવા કપડા પહેરવા જેવી બાબતોનો ઉલ્લેખ કેટલો શરજનક છે!! મહિલાઓ માટેઆવી વાત કરવા બદલ તેઓએ માફી માંગવી જોઈએ.
બીજું આપ એ પણ સમજી લો કે, આ ગુજરાતની મહિલાઓ છે જે ઔરંગઝેબ, ગઝની કે અંગ્રેજોથી ડરી નથી તો રાહુલજી તમારાથી તો કયાંથી ડરે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *