મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં વેટ ઘટાડવા નિર્ણય મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો

petroleum-products-to-go-up-by-rs-4-5-ltr-from-july-1-1466347204-6727

ગુજરાત બાદ મહારાષ્ટ્રે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલમાં બે રૂપિયા અને ડીઝલમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં નવા દરો તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર લાગનાર એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં પેટ્રોલ પર ર૫ ટકા વેટ લાગે છે જ્યારે સમગ્ર રાજ્યમાં ર૬ ટકા વેટ લાગે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ૧૧ રૂપિયા પ્રતિલીટર સરચાર્જ પણ લાગ્ાૂ થાય છે. બીજી બાજુ મુંબઈ, થાણે, નવી મુંબઈમાં ડીઝલ પર ર૧ ટકા અને બાકીના રાજ્યમાં રર ટકા વેટ લાગે છે  જ્યારે સમગ્ર રાજ્યમાં ડીઝલ ઉપર બે ટકા સરચાર્જ પણ લાગ્ાૂ થાય છે. ડીઝલ અને પેટ્રોલ ઉપર સરકારને વેટ મારફતે ૧૯૦૦૦ કરોડ રૂપિયા રેવેન્યુ તરીકે મળે છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યો પણ આ દિશામાં આગળ વધી શકે છે.  ત્રીજી ઓક્ટોબરના દિવસે પેટ્રોલ અને ડીઝલની વધી ગયેલી કિંમતોને લઇને ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલી મોદી સરકારે કિંમતોમાં ઘટાડો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. નાણામંત્રાલયે આજે સાંજે એક ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર લાગનાર બેઝિક એક્સાઇઝ ડ્યુટીને પ્રતિલીટર બે રૂપિયા ઘટાડી દીધી હતી. બેઝિક એક્સાઇઝ ડ્યુટીમાં આ ઘટાડો બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બંને પ્રકારના પેટ્રોલ અને ડિઝલ ઉપર લાગ્ાૂ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકારોને વેટમાં ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્રે પણ વેટમાં ઘટાડો કરવા માટે હિલચાલ હાથ ધરી હતી. મહારાષ્ટ્રના નાણામંત્રી સુધીરે કહ્યું હતું કે, સરકાર આ સંદર્ભમાં નિર્ણય કરશે અને આજે આ સંદર્ભમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કેબિનેટની મહત્વની બેઠક મળી હતી જેમાં ફડનવીસના નેતૃત્વમાં ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *