મહારાષ્ટ્રમાં પંચાયતની ચુંટણીઓમાં ૫૦ ટકા બેઠકો ભાજપે કબ્જે કરી

bjp maharashtra

મહારાષ્ટ્રથી ભારતીય જનતા પાર્ટી માટે ખુબ સારા સમાચાર છે. વિદર્ભ,મરાઠવાડા ઉત્તરી મહારાષ્ટ્ર અને પશ્ર્ચીમી મહારાષ્ટ્રના ગ્રામ પંચાયત ચુંટણીના પરિણામ  જાહેર થયા છે આ ચુંટણીમાં ભાજપે  લગભગ ૫૦ ટકા બેઠકો પર  કબજો  જમાવ્યો છે.

ર,૯૭૪ પંચાયતોના પરિણામ જાહેર થયા હતાં જેમાં ૧૪૫૭ બેઠકો પર ભાજપ, રરર બેઠકો પર શિવસેના અને ૩૦૧  બેઠકો પર  કોંગ્રેસે બાજી  મારી છે. બાકીની બેઠકો પર અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઇ છે. સાત ઓકટોબરે ૧૬ જીલ્લાની ૩,૧૩૧ ગ્રામ પંચાયતના પરિણામ  જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં  ૭૯ ટકા મતદાન થયુ હતું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસે આ જીતનો શ્રેય વડાપ્રધાનને આપ્યો હતો. તેમણે કહ્યું કે લોકોએ વડાપ્રધાન અને રાજય સરકારના વિકાસના એજન્ડામાં  વિશ્ર્વાસ  વ્યકત કર્યો છે. મહારાષ્ટ્ર  ભાજપ  અધ્યક્ષે જીતનો શ્રેય રાજય સરકારની યોજનાઓને આપ્યો હતો

એક વરિષ્ઠ ભાજપ નેતાએ જણાવ્યું હતુ ંકે વિદર્ભ અને મરાઠવાડામાં પાર્ટીએ ગત ચુંટણીઓ કરતા સારૂ પ્રદર્શન કર્યું છે. ફડનવીસ સરકારની ર૯,૦૦૦ ગ્રામ પંચાયતોને ડિઝીટલીકરણ કરવા અને લોનમાફી જેવી જાહેરાતથી ભાજપને લાભ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *