મહાત્મા ગાંધીની હત્યા નથુરામ ગોડસે જ કરી હતી: ફાઈલ બંધ કરતી હાઈકોર્ટ

nathu_305_111516120201

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યામાં સર્જાયેલા વિવાદનો અંત લાવતા સુપ્રીમ કોર્ટે આજે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે મહાત્માની હત્યા નથુરામ ગોડસેએ જ કરી હતી અને તેમાં કોઈ ‘રહસ્યમય’ વ્યક્તિની ભૂમિકા નથી.
રાષ્ટ્રપિતાની હત્યા નથુરામ ગોડસે કરી હતી તેમના પર કોઈ વધુ એક વ્યક્તિએ ચોથી ગોળી છોડી હતી તેવી થિયરી સાથે સુપ્રીમ કોર્ટમાં તપાસ માટે અરજી કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા આ અંગે મેમ્બીસ કપુરીને તેનો રીપોર્ટ સોંપવાનું જણાવ્યું હતું. એડવોકેટ અમરેન્દ્ર શાહ અને તેનો રીપોર્ટ રજુ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે તેને માન્ય રાખ્યો હતો જયાં મહાત્માની હત્યાનું કારણ બનનાર ત્રણ ગોળીઓ નથુરામ ગોડસે એ જ છોડી હતી અને હત્યારાને યોગ્ય રીતે જ ઓળખી કાઢવામાં આવ્યો હતો અને તેથી મહાત્માની હત્યાઓ કોઈ વૈકલ્પિક કે વધારાની થિયરીને સ્થાન જ નથી અને તેથી હવે આ અંદર બંધ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *