મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટનો પ્રશ્ર્ન કોમવાદી તંગદિલી ઉભી કરવાના પ્રયાસ શા માટે

mamata-banerjee-1-759

કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જી સરકારની આજે જોરદાર ઝાટકણી કાઢી હતી. માતા દુર્ગાની મૂર્તિમાં વિસર્જનના મુદ્દા ઉપર સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. મમતા બેનર્જી બે સમુદાય વચ્ચે કોમવાદી તંગદિલી ઉભી કરવાના પ્રયાસ શા માટે કરી રહૃાા છે તેવો પ્રશ્ર્ન કોલકાતા હાઈકોર્ટે કર્યો હતો. કોલકાતા હાઈકોર્ટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે આ પ્રશ્ર્ન કરીને તેમની જોરદાર ઝાટકણી કાઢી હતી. ૧૬મી સપ્ટેમ્બરના દિવસે મમતા બેનર્જીએ આરએસએસ, બજરંગ દળ અને વિશ્વ હિન્દૃુ પરિષદને રાજ્યમાં શાંતિમાં ખલેલ ન પહોંચાડવા માટે સૂચના આપી હતી. કોર્ટે આજે પ્રશ્ર્ન કર્યો હતો કે, પશ્ર્ચિમ બંગાળ સરકાર એક કંપની તરીકે કામ કરી રહી છે. બે સમુદાય વચ્ચે મતભેદો સર્જવાના પ્રયાસો સરકારે કરવા જોઇએ નહીં. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેમની સરકાર વિજ્યા દશમી પરંપરાની ઉજવણી ઉપર અંકુશ મુકવા માટે કોઇ યોજના ધરાવતી નથી.

ચોક્કસ સંગઠનો દ્વારા અંધાધૂંધી ફેલાવવામાં આવી છે. અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પૂજાના પંડાળો અને ઘરમાં વિજ્યા દશમી પર્વની ઉજવણી કરતા અમે રોકી રહૃાા છીએ તેવા આક્ષેપ અમારા ઉપર થઇ રહૃાા છે તેમ મમતા બેનર્જીએ કહ્યું હતું. સચિવાલય ખાતે પત્રકારો સાથે વતાચીત કરતા તેમણે કહ્યું હતું કે, અમે પહેલી ઓક્ટોબરના દિવસે એકાદશીના દિવસે પણ કેટલીક વાત કરનાર છીએ. મમતા બેનર્જીએ નવી ચર્ચા જગાવી દીધી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, દુર્ગા પૂજાના મહોત્સવ દરમિયાન રાજ્યમાં શાંતિ અને કોમી એખલાસને જાળવી રાખવા તેમની સરકાર કટિબદ્ધ છે. જો કોઇ જગ્યાએ શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરાશે તો કઠોર પગલા લેવામાં આવશે. તેઓએ મુહર્રમ દરમિયાન શાંતિથી સરઘસ કાઢવાની પણ અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *