મધ્યપ્રદેશના વધુ નર્મદા વિસ્થાપિતોને વળતર આપવા ગુજરાત તૈયાર

l3

નર્મદા ડેમ પ્રોજેકટના ચાર ભાગીદાર રાજયોને ૩૧ જુલાઈ પહેલા અસરગ્રસ્તોને થાળે પાડી પુન: વસવાટ કરાવવા જણાવતું ઔપચારિક જાહેરનામું બહાર પાડવા નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટી (એનસીએ) એ નિર્ણય લીધો છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન નર્મદા પ્રોજેકટના લાભાર્થીઓ છે.
વળી, ગુજરાત સરકાર વધુ અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવા મધ્યપ્રદેશની માંગ સ્વીકારવા તૈયાર થઈ રહી છે. અગાઉના અંદાજ કરતાં વધુ પરિવારો અસરગ્રસ્ત થયાનું મધ્યપ્રદેશે જણાવ્યું હતું.
દિલ્હીમાં નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટીની બેઠકમાં ઉપરોક્ત નિર્ણયો લેવાયા હતા અને એમાં ચારેય રાજયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. ગુજરાત વતી મુખ્ય સચિવ જે.એન.સિંહ અને વધારાના મુખ્ય સચિવ, નર્મદા વિભાગ, એમ.એસ.ડાગુરે પ્રતિનિધિત્વ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે ૩૧ જુલાઈ ૨૦૧૭ સુધીમાં પુનર્વસવાટની કામગીરી પુરી કરવા જણાવ્યું હોઈ, ચારેય રાજયો માટે આ કામમાં ઝડપ લાવવી જરૂરી હતી, એ પછી જ સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરવાનું શકય બનશે. દરવાજા બંધ કરવામાં આવતા ડેમની સંગ્રહશક્તિ ૧.૪ મિલિયન એકર ફીટ (એમએએફ)થી વધી ૪.૭૫ એમએએફ થશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉતર ગુજરાતને સિંચાઈ, પીવાના પાણી અને ઉદ્યોગ માટે મોટા જથ્થામાં પાણી આપવાનું શકય બનશે.
અગાઉ, બંધની ઉંચાઈ ૧૩૮ મીટરે લઈ જવા અને રેડીઅલ ગેટસ ઈન્સ્ટોલ કરવાની કામગીરી ડીસેમ્બર ૨૦૧૬માં પુરી થઈ હતી.
અન્ય ૯૯૮ પરિવારો (અગાઉના અંદાજીત ૧૩૫૮ પરિવારો) પૈકી દરેકને પંદર લાખનું વળતર અપાશે. રાજય સરકારે પહેલેથી જ આ માટે રૂા.૪૦૦ કરોડ ચૂકવી દીધા છે.
ભાજપ ૨૦૧૭ની રાજય વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન નર્મદા ડેમ પ્રોજેકટ પુરો થયાની હકીકત ચગાવા માંગે છે, રાજય સરકારે જુલાઈની આખર અથવા ઓગષ્ટના પ્રથમ શોમાં ભવ્ય શોનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમાં હાજરી આપશે. પ્રોજેકટની પૂર્ણતાની ઉજવણી માટે નર્મદા યાત્રા પણ કાઢવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *