મતદારોના નામ નોંધણી માટે તાલુકા અને જિલ્લા મથકે વ્યવસ્થા કરાઈ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-ર૦૧૭માં જે મતદારનું નામ મતદાર યાદીમા ન હોય તેમણે પોતાના નામની નોંધણી કરાવી શકે તે માટે તાલુકા મથક અને જિલ્લા મથકે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને આગામી ૧૬ નવેમ્બર સુધી મતદાર નામ નોંધાવી શકશે. આ અંગે પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે માટે મતદાર ૧૯૫૦ નંબર ડાયલ કરીને વિગત મેળવી શકે છે. મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે તે માટે ફોર્મ નંબર-૬ દ્વારા અરજી કરી શકશે. તેમજ પોતાના મોબાઈલ ફોનથી રાજ્યની કોઈ પણ જગ્યાએથી ઈપીઆઈસી એસપીએસીઈ (એપીક સ્પેસ) દ્વારા રાજ્યના ઓળખપત્ર નંબર ૮૫૧૧૧૯૯૮૯૯ નંબર ઉપર એસએમએસ મોકલી શકાશે.

આ વખતની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે તા.૧૪મી ડિસેમ્બરે મતદાન યોજાશે ત્યારે અગાઉના ઈતિહાસને ધ્યાને રાખી પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા અતિસંવેદનશીલ બુથની યાદી તૈયાર કરી દીધી છે. જિલ્લામાં ૪૫૦થી વધુ અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર થાય તેવી વકી છે. આવા મતદાન મથકો ઉપર સઘન સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તનો પ્રબંધ કલેક્ટર દ્વારા કરાશે. તેથી કલેક્ટર તથા ડીએસપીએ ૪૫૦ અતિસંવેદનશીલના મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

આ ચૂંટણીમાં મતદારોના મિજાજની ચકાસણી કરતા ચૂંટણી પંચના સરવેના રસપ્રદ તારણો નીકળ્યા છે. જેમાં મતદારો પાસેથી કેટલીક ચોંકાવનારી હકીકતો જાણવા મળી છે. આ સરવેમાં જાણવા મળ્યું તે મુજબ ગુજરાત રાજ્યમાં ૪૪ ટકા લોકો દઢપણે માને છે કે, ચૂંટણી પૈસા અને પાવરના જોરે જીતાય છે.

૪૫ ટકા લોકોને નોટા એટલે શું તેની ખબર નથી. વીવીપેટની વિશ્વસનીયતાને કોંગ્રેસ એચસીમા પડકારી છે. વીવીપેટ મશીન પ્રારંભની ચેકિંગમાં ૩૫૫૦ ખામી ભરેલા નીકળતા વાંધો લીધેલ છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ સટ્ટાબજારમાં ભાવો ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *