મતદાનનો સમય વધારવાની માંગ ચૂંટણી પંચે નકારી વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટેની ઉમેદવારીનો ધમધમાટ શરૂ

l6

વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોનું જાહેરનામું બહાર પડી ચૂકયું છે. આજથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવાર ફોર્મ ભરવાનું શરૂ કરશે.
તા.૨૧મી નવે. સુધી ફોર્મ ભરી શકાશે. ૨૨ અને ૨૩મી નવે. ફોર્મની ચકાસણી થશે. ૨૪મી સુધીમાં ઉમેદવારો તેમના ફોર્મ પરત ખેંચી શકશે. ૨૫મી નવે.એ ૮૯ બેઠકના ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૮૯ બેઠકો માટે ૯મી ડિસેમ્બરે મતદાન યોજાશે. આ વખતે ચૂંટણીમાં પહેલીવાર વીવીપેટ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે દરેક મત દીઠ સાત સેક્ધડ વધારે જોઈશે. તેના કારણે મતદાનનો સમય વધારવા માટે તમામ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી. પરંતુ મતદાનનો સમય સવારના ૮થી ૫ જાહેર કરીને ચૂંટણી પંચે સમય સવારના ૮ થી ૫ જાહેર કરીને ચૂંટણી પંચ સમય વધારવાની માગ નકારી છે.
રાજ્યની ૧૮૨ બેઠક માટે ૯ ડિસે. અને ૧૪ ડિસે.ના રોજ યોજાનારી ચૂંટણી માટે પંચ સજ્જ છે. પહેલા તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. મતદાન દરમિયાન દરેક મતદાન મથકમાં મતદારોની જે લાઈન થશે તેમાં એક પુરુષ મત આપે તે પછી બે મહિલાઓને મતદાન કરવા દેવાની વ્યવસ્થા ગોઠવાશે તેવું જાણવા મળ્યું હતું.
રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા ૨૦ ડિસેમ્બરે પૂરી થશે ત્યારે મતની ગણતરી ૧૮ ડિસેમ્બરે થશે. ગત વર્ષની તુલનાએ પુરુષ અને મહિલા મતદાનની સંખ્યામાં વધારો થયો છે. તમામ ચૂંટણી મથકોએ ચૂંટણી અધિકારીઓને ઉમેદવારો ફોર્મ ચકાસવાથી લઈને તમામ જાણકારી અમો ટે્રનિંગ આપવામાં આવી છે. ૫૦,૦૦૦થી વધારે બુથ પર યોજાનારા મતદાનમાં એક બુથમાં એક ઈવીએમમાં અંદાજે ૧૨૦૦થી ૧૪૦૦ મતદાન કરી શકશે. જે બુથમાં ૧૪૦૦થી વધારે મતદાન હશે તેમાંપૂરક ઈવીએમ મૂકવામાં આવશે.
આજની ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટેના તમામ કાર્યની શરૂઆત થઈ ચૂકી છે ઉમેદવારોએ ખર્ચના રજિસ્ટરો ચૂંટણી ખર્ચના હિસાબો રાખવા પડશે ચૂંટણી સ્ટાફને મોબાઈલ મારફતે તેમણે કઈ જગ્યાએ ફરજ બજાવવાની તે સહિતની તારીખ અને સમયની વિગત અગાઉથી આપી દેવામાં આવશે.
આજે ભૂજમાં એક અપક્ષ ઉમેદવારે તેમજ ભાવનગરના તળાજા અને ભાવનગર પશ્ર્ચિમની બેઠક ઉપર પણ કુલ બે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *