મણિનગરમાં લાખોની છેતરપીંડી

શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા આધેડ સહિત બેને છેતરી હકીમ સહિત બે જણાં રૂા.૭૦ હજાર તથા રૂા.૧.૩૦ લાખનો ચેક સહિત ત્રણ ચેક લઈ ફરાર થઈ ગયા હતાં.
જાણવા મળતી માહિતી અનુસાર શહેરના મણિનગર વિસ્તારના કોર્નિયા એપાર્ટમેન્ટમાં રહેતા ૫૧ વર્ષના સુભાષભાઈ પરસાદારામ યાદવ તથા તેમની ઓફીસમાં કામ કરતાં ચન્દ્રકાંતભાઈને છેતરી રાજુ અગ્રવાલ અને હકીમ રોકડ તથા ચેકો લઈ છેતરપીંડી કરી ગયાની ફરિયાદ મણિનગર પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.
ગત તા.૩૧-૧૨-૧૭થી તા.૪-૧-૧૮ના સમયગાળા દરમ્યાન રાજુ અગ્રવાલ તથા હકીમે મણિનગરની આઈસીઆઈસીઆઈ બેંક પાસે સરદાર પટેલ હોસ્પિટલ પાસે ભેગા મળીને સુભાષભાઈને કહ્યું હતું કે, તમારાગળાની સ્કિન એલર્જી છે તે સારું થઈ જશે તેમ વિશ્ર્વાસમાં લઈ રૂા.૨૦ હજાર તથા રૂા.૬૫-૬૫ હજારના બે ચેક લઈને જતા રહ્યા હતાં.
તેવી જ રીતે સુભાષભાઈની ઓફીસમાં કામ કરતાં ચન્દ્રકાંતભાઈને પણ તેઓનો મંદબુદ્ધિ પુત્ર ત્રણ દિવસમાં સારો થઈ જશે તેમ કહી રૂા.૫૦ હજાર અને ચેક લઈ ફરાર થઈ ગયા હતાં.
આ બાબતની ફરિયાદ ઉપરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *