ભ્રષ્ટાચારથી મુક્તિ મેળવવા ભાજપને મત આપવા મોદીની અપીલ ભેદભાવ વાળી સરકારથી છુટકારો મેળવવાનો સમય આવ્યો છે: મોદી

6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે આક્રમક પ્રચારનો દોર જારી રાખ્યો હતો. રોહનિયાની રેલીમાં મોદીએ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભેદભાવ કરનાર સરકારથી મુક્તિ માટેનો સમય હવે આવી ગયો છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અખિલેશ યાદવ ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. મોદી આજે સતત ત્રીજા દિવસે ઉત્તપ્રદેશમાં જ રોકાયેલા રહૃાા હતા અને માહોલ ભાજપ તરફી કરવાના છેલ્લી ઘડીના પ્રયાસો કરાયા હતા. યુપી સરકારને ભેદભાવ કરનાર સરકાર તરીકે ગણાવીને કહ્યું હતું કે ખરાબ કાયદો અને વ્યવસ્થા તથા ભ્રષ્ટાચારથી મુક્ત કરાવવા માટે ભાજપને મત આપવાની તેમણે  અપીલ કરી હતી. ઉત્તરપ્રદેશમાં નોકરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે અહીં ઈન્ટરવ્યુંના નામ ઉપર લોકોને લૂંટી લેવામાં આવે છે. રોહનિયમાં વિશાલ જનસભાને મોદીએ સંબોધી હતી અને કહ્યું હતું કે યુપી સરકાર બિલકુલ લોપ રહી છે. વારાણસી પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે મોદીએ યુપી સરકારની અનેક નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવા સાથે કહ્યું હતું કે અહીં ઈમાનદાર અને કુશળ લોકોને નોકરી મળી રહી નથી. ઉમેદવારો સાથે ભેદભાવ કરવામાં આવે છે. અલ્હાબાદ હાઈકોર્ટે યુપીની સરકારને અનેક વખત ફટકાર પણ લગાવી છે છતાં પણ સરકારમાં કોઈ સુધારો થયો નથી. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અહીં અખિલેશ અને માયાવતીની સરકાર લોકો જોઈ ચુક્યા છે. ભાજપ જ વિકાસનું કામ કરી શકે છે. અખિલેશ સરકાર પર ત્રીજા અને ચોથા વર્ગની નોકરીમાં ઈન્ટરવ્યુને ખતમ કરવા કેન્દ્ર સરકાર તરફથી આવેલા પ્રસ્તાવને અમલી નહીં બનાવવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અખિલેશે આ કામ એટલા માટે કર્યું હતું કે તેમને ભેદભાવ કરવાની નીતિ અપનાવવી હતી. યુપીમાં નોકરીઓના રેટ લાગે છે. ઈન્ટરવ્યુંના નામ ઉપર યુવાનોને લૂંટવામાં આવે છે. ખરાબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો મુદ્દો ઉછાવતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પોલીસ સ્ટેશન સપા કાર્યકરોના અડ્ડા બની ગયા છે. લોકો ભયના કારણે ફરિયાદ કરવા પણ જતા નથી. ઈમાનદાર અધિકારીઓની બદલી કરી દેવામાં આવે છે. યુપીમાં મહિલાઓ અને યુવતીઓ એકલી બહાર નીકળવાની સ્થિતિમાં નથી. બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે. લૂંટ માફિયા, ખનિજ માફિયા સક્રિય છે. માફિયાઓનું શાસન ચાલી રહ્યું છે. હવે જો ભાજપની સરકાર બનશે તો દરેક પોલીસ સ્ટેશનને આદર્શ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. તેમની સરકારનું લક્ષ્ય ર૦રર સુધી ખેડૂતોની આવક બે ગણી કરવાની છે. સાથે સાથે તમામને આવાસ આપવાનું છે. યુપીની સરકારે વડાપ્રધાન પાક વીમા યોજનાને યોગ્ય રીતે અમલી બનાવી નથી. સમગ્ર દેશમાં એકબાજુ આનું સ્વાગત થયું છે. જ્યારે યુપી સરકારની નજર માત્ર વોટ બેંક ઉપર હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *