ભૂખી ખાડી પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો

ભરૂચ તાલુકાના દયાદરા અને અરગામા વચ્ચેની ભુખી ખાડી નજીકથી ખેતરના ઝાડ નીચેથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. યુવાનના મૃત્યુ અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. ત્યારે પોલીસ યુવાનની હત્યા કરવામાં આવી છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી હતી. મૂળ વડોદરા જિલ્લાના કરજણના અને હાલમાં દયાદરા ખાતે માતા-પિતા સાથે ભાડેના મકાનમાં રહેતા ઝાકીર ઈસ્માઈલનો મૃતદેહ દયાદરા અને અરગામા વચ્ચેની  ભુખી ખાડી નજીકના ખેતરમાંથી મળી આવ્યો હતો. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *