ભિલોડા તાલુકા પ્રાથમીક શાળા નંબર-રનું ગૌરવ

ભિલોડા,તા.૧ર
ભિલોડા તાલુકા પ્રાથમીક શાળા નંબર.રનું ગૌરવ વિદ્યાર્થીઓએ વધારતાં આનંદની લાગણી પ્રસરી છે.કલા મહોત્સવ -ર૦૧૭ કાર્યક્રમમાં જીલ્લા કક્ષાના ચિત્રકલા સ્પર્ધામાં ભિલોડા તાલુકા પ્રાથમીક શાળા નંબર.રનો વિદ્યાર્થી હિતેનકુમાર લક્ષ્મણભાઈ મકવાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.પલ ભુપેશભાઈ પંચાલએ બાળકવિ સ્પર્ધામાં દ્ધિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.ભિલોડા તાલુકા પ્રાથમીક શાળા નંબર.રનું ગૌરવ વિદ્યાર્થીઓએ વધારતાં આનંદની લાગણી પ્રસરી છે.ભિલોડા તાલુકા પ્રાથમીક શાળા નંબર.ર આચાર્ય જગદીશભાઈ ડાભી,સ્ટાફ પરીવાર,બી.આર.સી.કો.ઓ., એસ.એમ.સી.સભ્યોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *