ભિલોડા ખાતે પુસ્તકોનું વિતરણ

ભિલોડા: ભિલોડા બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા આંગણવાડી અને પ્રાથમિક શાળા બાળકો માટે ટ્રમ્પકાર્ડ અને પુસ્તકોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભિલોડા બ્લોક હેલ્થ ઓફિસર ડો. એ. જે. વૈષ્ણવ, સુપરવાઈઝર સહિત સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહૃાો હતો. આંગણવાડી અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

કુશાલપુરામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

ભિલોડા: ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા અને કોટેઝ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કુશાલપુરા ગામમાં નૂતન હાઈસ્કૂલ પટાંગણમાં તા.૭/૧/ર૦૧૮ને રવિવારના રોજ નિ:શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.

ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા પ્રમુખ જગદીશભાઈ પટેલ, મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો, સ્ત્રી રોગોના નિષ્ણાંત ડો. ડી. ડી. ડામોર (ગાયનેકોલોજીસ્ટ) અધિક્ષક, કોટેઝ હોસ્પિટલ, ભિલોડા, દયરોગ અને ડાયાબિટિસના નિષ્ણાંત ડો. ધર્મેશભાઈ અસારી, જનરલ ફેમિલી ફીજીશીયન ડો. બી. સી. ખત્રી સહિત વિવિધ રોગોના નિષ્ણાંત તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *