ભારત ટેસ્ટ શ્રેણીમાં ર-૦ની લીડ મેળવવા તૈયાર દિલ્હી ટેસ્ટ જીતવા શ્રીલંકાને હજુય ૩૭૯ રનની જરૂર

DQR00gOVAAAUEKo

 

દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ભાજપે તેની સ્થિતિ અતિ મજબૂત બનાવી લીધી હતી. શ્રીલંકાને જીતવા માટે હજુ ૩૭૯ રનની જરૂર છે અને તેની સાત વિકેટ હાથમાં છે. આજે શ્રીલંકાએ તેના બીજા દાવમાં ૩૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાની ટીમ ભારતના પ્રથમ દાવમાં ૫૩૬ રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ૩૭૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે ઝડપથી બેિંટગ કરીને પાંચ વિકેટે ર૪૬ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ શ્રીલંકાએ આજે રમત બંધ રહી ત્યારે ત્રણ વિકેટ ગુમાવીને ૩૧ રન કર્યા હતા. ભારત તરફથી આજે રોહિત શર્માએ ૪૯ બોલમાં ઝડપથી અણનમ ૫૦ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પણ ઝડપથી ૫૦ રન કર્યા હતા. શિખર ધવન ૬૭ રન કરીને આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી આજે ફરીવાર કોઇ બોલરોને નોંધપાત્ર સફળતા મળી ન હતી. ગઇકાલે સોમવારે રમત બંધ રહી ત્યારે ભારતના પ્રથમ દાવમાં સાત વિકેટે ૫૩૬ રન દાવ ડિકલેરના જવાબમાં પ્રવાસી શ્રીલંકાએ તેના પ્રથમ દાવમાં નવ વિકેટે ૩૫૬ રન કર્યા હતા. આજે આગળ રમતા શ્રીલંકાની ટીમ ૩૭૩ રનમાં ઓલઆઉટ થઇ હતી.  તે પહેલા ઓલરાઉન્ડ મેથ્યુસે પણ સદી કરી હતી. તે ૧૧૧ રન કરી આઉટ થયો હતો. મેથ્યુસ અને ચાંડીમલે ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૮૧ રન કર્યા હતા. તેમની લાંબી ભાગીદારીના કારણે શ્રીલંકાને સસ્તામાં આઉટ કરવાની ભારતની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે  નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ  ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇિંનગ્સ અને ર૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇિંનગ્સ અને ર૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી.  ૧૧મી વખતે ભારતે શ્રીલંકાને એક ઇિંનગ્સના અંતરથી હાર આપી હતી. શ્રીલંકાએ પ્રથમ ઇિંનગ્સમાં ર૦૫ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે છ વિકેટે ૬૧૦ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં ૪૯.૩ ઓવરમાં ૧૬૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ર૬ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે ૯ ટેસ્ટ મેચો જીતી છે. ૯ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે  ર૬ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહૃાો છે. ર૦મી ઓગસ્ટ ર૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ર૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી ૭ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહૃાો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૮ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની આઠ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે.

આ ટેસ્ટ મેચમાં પરિણામ આવવાની શક્યતા હજુ પણ દેખાઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી ર-૦થી જીતવા માટે સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *