ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સંબંધ સુધરતા તાલીબાનો છંછેડાયા કંડલાથી રવાના થયેલા ૧.૧ લાખ ટન ઘઉં પડાવી લીધા

m1

મદદ કરવાના આશયથી ભારતે કંડલા પોર્ટથી ઈરાનના ચાબહાર બંદર મારફત અફઘાનિસ્તાન મોકલાવેલા ઘઉંના મોટા જથ્થાને તાલિબાનોએ અધવચ્ચેથી પડાવી લેતાં ચકચાર ફેલાઈ જવા પામી છે. ચાબહાર બંદર મારફત ભારત-અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થયેલાં નવા સંબંધો તાલિબાનોને પસંદ આવ્યા નથી. ગત રવિવારે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાંથી પછાત અને અંતરિયાળ ઘોર પ્રાંત તરફ ભારતીય ઘઉં લઈને જતી સંખ્યાબંધ ટ્રકો પર તાલિબાનોએ કબ્જો જમાવી લીધો છે. ભારતની મદદ તાલિબાનોને ખટકવા માંડી છે. તાલિબાની લીડર મુલ્લા એહમદ શાહના નેતૃત્વમાં ઘઉં ભરેલી ટ્રકો તાલિબાનોએ જપ્ત કરી લેતાં અફઘાન સરકારે તેને મુક્ત કરવા વિનંતી કરી હતી પણ તાલિબાનોએ આ વિનંતી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનને ભારત સરકાર દ્વારા ૧.૧ મિલિયન ટન ઘઉંનો જથ્થો આપવા જાહેરાત કરાયેલી છે. ગત ૨૯ ઓક્ટોબરના રોજ ભારતના કંડલા બંદરેથી ઘઉં ભરેલા પ્રથમ જહાજને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને અન્ય વિદેશી પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સથી રવાના કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *