ભારત અને જાપાન વચ્ચેના સંબંધ નવી ઉંચી સપાટીએ મોદી-શિન્જોની ઐતિહાસિક ગુજરાત યાત્રા આજથી શરૂ

mm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો અબેની બે દિવસની ઐતિહાસિક અને હાઇપ્રોફાઇનલ અમદાવાદ અને ગાંધીનગર યાત્રા આવતીકાલે શરૂ થઇ રહી છે. બન્નેની આ ઐતિહાસિક યાત્રા દરમિયાન કેટલીક ઐતિહાસિક પહેલ થનાર છે. જેમાં મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભૂમિ પુજા વિધી, ભવ્ય રોડ શો અને બન્ને દેશો વચ્ચે અનેક કરારો, દ્વિપક્ષીય પ્રતિનિધિ સ્તરની મંત્રણાનો સમાવેશ થાય છે. ભારત અને જાપાન વચ્ચેના સંબંધો શિન્જો અબેની આ મુલાકાતથી નવી ઉંચાઈ ઉપર પહોંચશે. સાથે સાથે બંને દેશો વચ્ચે વિશ્ર્વાસ નિર્માણની પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધશે. કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી ૧.૩૦ વાગ્યાની આસપાસ અમદાવાદ વિમાની મથકે આવી પહોંચશે ત્યારબાદ તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમની કેબિનેટના અન્ય પ્રધાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ જાપાની વડાપ્રધાન શિન્જો અબે, તેમના પત્નિ અકી અબે અને જાપાની પ્રતિનિધિઓ પહોંચશે. આશરે ૧૦૦ જેટલા જાપાની પ્રતિનિધિઓનો કાફલો અબે સાથે આવી રહૃાા છે. તેમનું મોદી અને રૂપાણી દ્વારા સ્વાગત કરવામાં આવશે.
એરપોર્ટ ઉપર અબેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ કાફલો રવાના થશે. તેમના સ્વાગત માટે વિવિધ વિસ્તારોમા મળીને કુલ ૪૦ જેટલા સ્ટેજ તૈયાર કરવામા આવ્યા છે આ સ્ટેજ પર વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા પરંપરાગત લોકન્ાૃત્ય દ્વારા બંનેનુ સ્વાગત કરવામા આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,કલેકટર કચેરી સહીત સમગ્ર શહેર પોલીસને ખડેપગે રહેવાના આદેશ કરવામા આવ્યા છે. ગાર્ડ ઓફ ઓનરની કાર્યવાહી પુરી થયા બાદ બંને મહાનુભવોના રસાલો એરપોર્ટથી નકકી કરવામા આવેલા સાબરમતી આશ્રમ સુધીના રૂટ ઉપર પહોંચશે જ્યાં આશ્રમમા આયોજિત સાંજની પ્રાર્થનામા ભાગ લીધા બાદ બંનેનો કાફલો રીવરફ્રન્ટના માર્ગે જુના લકકડીયા પુલ(એલિસ પુલ) પહોંચશે જ્યા થોડી મિનીટો મોદી અને શિન્જો એક સાથે ગાળશે. ટૂંકા રોકાણ બાદ સાંજે ૭ કલાકના સુમારે લાલ દરવાજા સ્થિત આવેલી સીદી સૈયદની જાળી(મસ્જિદ) પહોંચશે.જ્યા રોકાણ બાદ સામેના ભાગમા આવેલી હેરીટેજ હોટલ અગાશીયે પહોંચશે જ્યા રાત્રી ડીનર લેવામા આવશે.ડીનર બાદ જાપાનના વડાપ્રધાન અને તેમના પત્ની અકી અબે વસ્ત્રાપુર ખાતે આવેલી હોટલ હયાત ખાતે પહોંચી રાત્રી રોકાણ કરશે જ્યાંથી ગુરૂવારે સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે આયોજિત કરવામા આવેલા અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટના ભુમિપુજન માટે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શીનજો અબે, તેમના પત્ની અકી અબે અને જાપાનના આવનારા તમામ ડેલિગેટસના ભવ્ય સ્વાગતમા એરપોર્ટથી આશ્રમ સુધી એક ભવ્ય રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે.આ રોડ શો દરમિયાન વિવિધ સ્થળોએ મળીને કુલ ૪૦ જેટલા સ્ટેજ બનાવવામા આવ્યા છે.જેના પરથી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા તેમના સ્વાગત માટે પરંપરાગત લોકન્ાૃત્ય રજુ કરવામા આવશે.આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ કલેકટર અને શહેર પોલીસના સમગ્ર કાફલાને ખડેપગે રાખવામા આવશે.૧૩મીએ સવારે ૧૧ કલાકથી જ સ્ટુડન્ટસ સહીતના તમામને નિયત સ્થળે તૈનાત કરી દેવામા આવશે જે કાર્યક્રમ પુરો થાય ત્યાં સુધી હાજર રહેશે. ગુજરાતની ધરતી પર જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત વેળાએ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસનું નવું પ્રકરણ આલેખાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જાપાન અને ભારતના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં જાપાન સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે જાપાન ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્યુફેક્ચરીંગના નિર્માણ માટે સહકારના કરાર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેઈક ઈન ઈન્ડિયા અભિયાનમાં ગુજરાતનું આ વિશેષ યોગદાન હશે. જાપાને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરીંગના ક્ષેત્રમાં ગુજરાતમાં ઘણું મૂડી રોકાણ કર્યું છે. આવનારા સમયમાં પણ સતત અને સમયબદ્ધ મૂડી રોકાણ માટે વિશેષ આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *