ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપી ટી ટવેન્ટી મેચોમાં જીતની અડધી સદી બનાવી

c2

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલ પહેલી ટી ટવેન્ટી મુકાબલામાં ભારતીય ટીમે નવ વિકેટી જીત હાંસલ કરી હતી. ભારતે આ જીતની સાથે જ ત્રણ ટી ટવેન્ટી મેચોની શ્રેણીમાં ૧-૦થી સરસાઇ હાંસલ કરી લીધી છે.

વરસાદને કારણે પ્રભાવિત મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાથી છ ઓવરમાં ૪૮ રનનો લક્ષ્ય મળ્યો હતો ભારતીય ટીમે આ લક્ષ્યને ૫.૩ ઓવરમાં એક વિકેટ ગુમાવીને  હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ રન વિરાટ કોહલીએ રર રન અણનમ અને શિખર ધવને ૧૫ રન કર્યા હતાં. ભારતની એકમાત્ર વિકેટ રોહિત શર્માની પડી હતી તેણે ૧૧ રનનું યોગદાન આપ્યું હતું.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટીંગનું આમંત્રણ મળવા પર ૧૮.૪ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી ૧૧૮ રન બનાવ્યા હતાં ત્યારે મેચમાં વરસાદ પડયો હતો અને ખેલ અટકી ગયો હતો વરસાદ બાદ ડકવર્થ લુઇસ નિયમથી ભારતને છ ઓવરમાં ૪૮ રનનો લક્ષ્ય મળ્યો હતો.

ભારતીય ટીમના બોલરોએ આ મેચમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખતા ઓસ્ટ્રેલિયાને મોટા શોર્ટ રમવાની તક આપી ન હતી જેને કારણે ભારતને સરળતાથી જીત હાંસલ થઇ હતી આ મેચમાં ચાઇનામેન બોલર કુલદીપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.તેણે  ચાર ઓવરમાં બે વિકેટ લીધી હતી.

આ મેચ જીતતા ભારતે ઓસ્ટ્રેલિયાને સતત સાત મેચોમાં હરાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો ભારતીય જમીન પર ઓસ્ટ્રેલિયાએ ટી ટવેન્ટી મેચોમાં કયારેય જીત હાંસલ કરી નથી આ ચોથો પ્રસંગ હતો જયારે ભારતમાં ઓસ્ટ્રેલિયા અને ભારતકની ટીમ આમને સામને હતી પરંતુ ચારેય પ્રસંગ પર ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડયો છે.  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી ૧૪ ટી ટવેન્ટી મેચ થઇ છે જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૦મી વાર પરાજય આપ્યો  છે.જયારે ઓસ્ટ્રેલિયાઇ ટીમે ભારતને ફકત ચાર વાર જ હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને ગત વખતે વર્ષ ર૦૧રની ટી ટવેન્ટી વિશ્વકપમાં પરાજય આપ્યો હતો ત્યારથી લઇ અત્યાર સુધી ભારતને ઓસ્ટ્રેલિયા પરાજીત કરી શકયુ નથી. રાંચીમાં જેસીે સ્ટેડિયમમાં ભારતે પોતાની ૮૪મીં ટી ટવેન્ટી મેચ રમી આ મેચમા ંજીત બાદ ભારતીય ટીમે ટી ટવેન્ટીમાં પોતાની જીતની અડધી સદી પણ બનાવવી હતી. ભારતે પોતાની ૫૦મી જીતની સાથે ઓસ્ટ્રેલિયાને ભારતમાં  હરાવી રેકોર્ડ હજુ યથાવત રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *