ભારતીય સિનેમાના ઈતિહાસનું ડોકયુમેન્ટેશન જરૂરી: બિગ-બી

MAIN

પેન ગમી જતાં એ પોતાની પાસે રાખવા એક ચાહકને વિનંતી કરી બિગ-બીએ
મુંબઈ: અમિતાભ બચ્ચન શનિવારે રાત્રે જુહુમાં આવેલા એક બુક-સ્ટોરમાં જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં તેમને એક પેન ગમી જતાં તેમણે એપોતાની પાસે રાખવા માટે એક વ્યક્તિને વિનંતી કરી હતી. બિગ બી આ ઈવેન્ટમાં જયારે એક બુક માટે ઓટોગ્રાફ આપી રહ્યા હતા ત્યારે તેમણે એક ચાહક પાસે પેન માંગી હતી. સાઈન કર્યા બાદ તેમને એ પેન ખૂબ ગમી ગઈ હતી અને તેમણે એ પેનને બારીકાઈથી જોયા બાદ એ વ્યક્તિ પાસે પેન આપવાની વિનંતી કરી હતી. મોટાભાગે ચાહકો આવી ડીમાન્ડ કરતા હોય છે, પરંતુ જયારે અમિતાભ બચ્ચન જેવા સ્ટાર આવી ડિમાન્ડ કરે ત્યારે કોઈપણ તેમને ના પાડે એવું શકય નથી.
ભારતીય સિનેમાના ઈતિહાસનો દસ્તાવેજ તૈયાર કરવા માટે સૌથીપહેલા સપોર્ટ અમિતાભ બચ્ચન કરશે. અમિતાભ બચ્ચને શનિવારે રાતે જુહુમાં લેખક એસએમએમ ઔરાજાની કોફી ટેબલ બુક ‘બોલીવુડ ધ ફિલ્મ્સ! ધ સોન્ગ્સ! ધ સ્ટાર્સ!’ લોન્ચ કરી હતી. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ બોલીવુડની હિસ્ટરીને ડોકયુમેન્ટ કરવાની તૈયારી દેખાડે તો સૌથી પહેલાં તેને મારો સપોર્ટ મળશે. હું સામેથી તેને મારી મદદની ઓફર કરીશ. પહેલાના સમયમાં કોઈપણ બાબતના ડોકયુમેન્ટ કરવા માટે એટલાં માધ્યમ નહોતાં. આજે આપણી પાસે આટલીબધી સુવિધા હાજર છે તો પછી આપણે ડોકયુમેન્ટ માટે વધુ મહત્વ આપવું જોઈએ, કારણ કે ઈન્ડીયન ફીલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ રિસ્પેકટફુલ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *