ભારતીય સમાજમાં પરિવર્તનના સંકેત

art2

ભારતીય સમાજ અને રાજનીતિની દૃષ્ટિએ ૧૯૯૦ના દાયકાનાં અંતમા એક મોટી ઘટના બની. આ ઘટના મંડલ આયોગની ભલામણોને લાગુ કરવાની હતી. આ ઘટનાથી સમાજમાં ઉથલ-પાથલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સમુદ્ર મંથનની જેમ એક સામાજિક મંથન થયું હતું. તેનાથી જાણે કે, સમાજમાં બે ભાગ પડી ગયા.
મંડલ આયોગની ભલામણો લાગુ થયા પછી સમાજમાં પછાત અને દલિત જાતિઓમાં આગળ વધવાનો નવો વિશ્ર્વાસ સર્જાયો, જ્યારે અન્યોને આવી વ્યવસ્થા પોતાના માટે અન્યાયકારી લાગી. નીતિઓમાં પારસ્પારિક કલહ, અથડામણ, હિંસા અને સંઘર્ષનો સામાજિક તણાવ સર્જાયો.
ભારતીય સમાજની પછાત અને દલિત જાતિઓમાં પોતાના વિકાસ માટે નવી આશા સર્જાઈ. તેમની નવી રાજનીતિ વિકાસ પામી. તે સાથે તેમની અસ્મિતા પ્રબળ થઈ. પરંતુ એ ઉલ્લેખનીય આ વ્યવસ્થામાં ધીરે-ધીરે પછાતો ઉપેક્ષિત સામાજિક સમૂહોમાં એક ક્રીમીલેયર બનવા માંડ્યું. આથી આ સમૂહોના કેન્દ્રમાં જ તફાવત તથા ભેદભાવની પ્રક્રિયા શરૂ થઈ.
પછાત તથા મંડલ આયોગની ભલામણોનો લાભ લઈને આ જ જાતિઓમાં ક્રીમીલેયર માત્ર ક્રીમીલેયર જ બની રહ્યું નહીં પરંતુ તે આ સમૂહોમાં એવા સ્વરૂપોમાં બદલાઈ ગયું જે બીજાના હિસ્સા તથા લાભનું પણ શોષણ કરવા માંડ્યો હતો.
આ અનુભવના આધારે બાબા સાહેબ આંબેડકરની વાત યાદ કરીએ તો, આવા લોકો પોતાના સમાજને વળતો ‘વળતો લાભ’ આપતા હોતા નથી. સામાજિક પ્રક્રિયામાં એક બીજી ઘટના એ ઘટી કે, આ સમૂહોમાં જે લેાકો અનામતના લાભ ઉઠાવવા અક્ષય રહ્યા તેમનામાં પોતાના જ સમાજના સહજાતીય ‘આભિજાત્ય’ અને ક્રીમીલેયર્સના પ્રતિ ઈર્ષ્યાનો ભાવ પણ સર્જાયો.
તેમનામાં આ ‘અભિજાત્ય’ પ્રતિ દ્વેષભાવ સર્જાયો, જ્યારે બીજી બાજુએ, આભિજાત્ય તેમની રાજનીતિ કરી રહ્યો હતો તેથી તેમના વિરૂધ્ધ તે સમાજના એકભાગની જુથબંધીની શકયતા પણ સર્જાઈ, આનો લાભ ગત લોકસભા ચૂંટણીમાં ભાજપાને મળ્યો. મંડલ રાજનીતિઓ ‘જાતિય અસ્મિતા’ની રાજનીતિને મજબુત કરી. મુલાયમસિંહ યાદવ, લાલુ યાદવ, શરદ યાદવ, નીતિશકુમાર, કાંશીરામ, માયાવતી ઈત્યાદિ ‘અસ્મિતા’ની મંડલ રાજનીતિ સર્જિત વાતાવરણનું સર્જન જ બની રહ્યું.
આમાંથી અનેક તે પછી સર્વસમાજ અને વિકાસ જેવી રાજકીય ભાષા સાથે પોતાને જોડ્યા, પરંતુ તેમનો આધાર જાતીય અસ્મિતાના ધોરણે રહ્યો. મંડલ બ્રાન્ડ રાજનીતિએ મંડલ સમૃતિનું સર્જન કયુર્ં. તેને જાગૃત કરીને પછાત તથા દલિત જાતિએના એક મોટા ભાગને જોડી શકાય તેમ હતું. પરંતુ મંડલના બહાને કમંડલની રાજનીતિ વિકસિત થઈ.
ઉત્તર પ્રદેશની હાલની ધારાસભા ચૂંટણીઓના પરિણામોથી એ જાહેર થાય છે કે, ‘પોસ્ટ મંડલ’ સામાજિક ગઠબંધનની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં ઉપેક્ષિત સમૂહ પોતાના જ અભિજાત્ય વિરૂધ્ધ જાતીય આહવાનથી અલગ થઈને મત આપતા જોવા મળ્યા. એમ જણાય છે કે, મંડળની સ્મૃતિ હવે ધૂંધળી થવા લાગી છે. તેને જાગૃત કરવા અને ફરીથી સક્રિય કરવા માટે જે નેતૃત્વ પછાત અને દલિત જાતિઓમાં હતું તે કાં તો આ સ્મૃતિને બરાબર જાગૃત કરી શકેલ નથી. ઉત્તર પ્રદેશમાં ‘એક નવો સમાજ’ નિર્માણ પામી રહ્યો છે. જે પોસ્ટ મંડલ સમાજ છે, જેમાં મંડલ આધારિત પ્રભાવ રાજનીતિ જોવા મળતી નથી કે કમંડલ આધારિત રાજનીતિ જોવા મળતી નથી. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જુથબંધી માટે જ્યાં રામજન્મભૂમિની સ્મૃતિનો કયાંક-કયાંક ઉપયોગ થતો રહ્યો, બીજી બાજુએ સ્મશાન-કબ્રસ્તાન જેવા મુદ્દાઓ પણ જોવા-સાંભળવા મળ્યા, પરંતુ આ દબાયેલા- છૂપાયેલા મુદ્દાઓ ઉપર મહિલાઓ, યુવાઓ, કિસાનો, ગરીબોની ‘વર્ગીય જુથબંધી’ પણ બની રહ્યાનું જોવા મળ્યું.
એ ઉલ્લેખનીય છે કે, આ જાતિમુકત સામાજિક સમૂહમાં પહેલાં ડાબેરી અને સામાજિક વિમુકિતના એજન્ડા પર કામ કરતી કોંગ્રેસથી લાભાન્વિત થવાની આકાંક્ષા હતી, હવે તે ‘રાઈટિસ્ટ’ કહેવામાં આવતી ભારતીય જનતા પાર્ટીની તરફ આશાથી જોઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મહિલાઓ જે રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનીપાસે પોતાની તલાક સંબંધી સમસ્યાઓને લઈને પહોંચી રહી છે, તેનાથી એ જાહેર થતું નથી કે, ‘તીન તલાક’ જેવા મુદ્દાઓએ મુસ્લિમ મહિલાએાને ભાજપા તરફ ખેંચેલ છે?
બજાર, ટેકનિક, મોબાઈલ, ટેલીવિઝન, માહિતીઓના મુકત આદાન-પ્રદાન, વધુ સુવિધાપૂર્ણ જીવનની આતુરતા વિગેરે બધું મળીને એવા સામાજિક સમૂહોનું નિર્માણ કરી રહેલ છે, જેના માટે પારંપારિક અસ્મિતાઓ અપ્રાસંગિક બનતી જાય છે. એમ પણ કહી શકાય કે, પારંપારિક અસ્મિતા એક નવો અર્થ લઈને નવી જુથબંધીનું કારણ બની રહેલ છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઉભરેલ આ ‘નવા બની રહેત આકાંક્ષા પરક સમાજ’ એ જાતિઓની પારંપારિક અસ્મિતા તોડીને તેમાં નવો અર્થ આપીને નવું ગઠબંધન બનાવેલ છે અત્યારે એટલું જ કહી શકાય કે ભારતીય સમાજ એક એવા સંક્રમણ દોરમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં વિભિન્ન જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મ સમુદાયનો ઘણો મોટો વિભાગ પોત-પોતાનો પોકાર પોત-પોતાની રીતે રજુ કરી રહેલ છે.
સર્વાંશે જોતાં દેશમાં યુવા પેઢીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતી જાય છે. અને તેઓ પોતાની આકાંક્ષા સંતોષાય તે જોવા માટે અત્યંત આતુર હોય છે. આથી અત્યાર સુધીની મત બેન્ક વિષેની સ્થાપિત્ત માન્યતાઓ અને પ્રણાલીકાઓ ઝડપથી તૂટી રહી છે. તેવું આ ચૂંટણીના પરિણામો પરથી સમજાય છે. આ હકીકતના આધારે સમાજ વિજ્ઞાનીઓ એવો નિષ્કર્ષ રજુ કરી રહ્યા છે કે વાસ્તવમાં જ્ઞાતિ, જાતિ, સમુદાય વિગેરેના જૂના બંધનો તૂટી રહ્યા છે. આ સૂચક છે અને તેનું ઊંડું અવગાહન જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *