ભારતીય પુરૂષો માને છેકે ગર્ભ-નિરોધનની જવાબદારી મહિલાઓની છે ભારતમાં ગર્ભનિરોધકના ઉપયોગમાં ઘટાડો

a1

સ્વાસ્થ્ય મંત્રાલયનાં નવા જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં વસતી વધી રહી છે અને ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ 35 ટકા જેવો ઘટી રહ્યો છે. જેની સામે ગર્ભધાન વિરોધ અને મોર્નીંગ આફટર પીલ જેવી ટેબ્લેટનાં વેંચાણમાં વધારો થયો છે.
વાસ્તવમાં આ ગર્ભ નિરોધક સાધનો સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. એક એવુ પણ કડવુ સત્ય બહાર આવ્યું છે કે ભારતમાં સાક્ષરતામાં વધારો થયો છે.2011 થી અત્યાર સુધીમાં સાક્ષરતામાં 14 ટકાનો વધારો થયો છે.
પરંતુ તેની સામે જન્મદર વધતો રહ્યો છે. મતલબ કે હવે ગરીબો ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ કરતા નથી તેની સામે શિક્ષિત લોકો ગર્ભ નિરોધક ટેબ્લેટનો ઉપયોગ કરે છે.સરકારી મંત્રાલયનાં આંકડા મુજબ ભારતમાં હાલ જે વસ્તી 132 કરોડની છે તે 2050 ના 170 કરોડની થઈ જશે. ભારતમાં ગર્ભપાતથી પણ મહિલાઓનાં મૃત્યુની સંખ્યા વધી રહી છે.
દેશમાં આઠ વર્ષમાં ગર્ભ નિરોધક સાધનોનું વેચાણ 52 ટકા અને પુરૂષ નસબંધીનું પ્રમાણ 73% ઘટયું છે.જેથી એ સાબિત થાય છે કે ભારતમાં પુરૂષો હવે ખુદનાં માટે ગર્ભ નિરોધક સાધનોનાં ઉપયોગ કરતા નથી પરંતુ તેનાં પત્નિ કે મહિલા સાથીને ગર્ભ નિરોધક ઉપાયો અજમાવવા દબાણ કરે છે. 2008-09 3 લાખ પુરૂષોએ નસબંધી કરાવી હતી અને તે સમયે 55 લાખ મહિલાઓએ ગર્ભ નિરોધક સાધનો અપનાવ્યા હતા.
ભારતીય પુરૂષો એવુ માને છે કે ગર્ભ નિરોધક રોકવાની જવાબદારી મહિલાઓની જ છે. જોકે ગર્ભ નિરોધક અને સાક્ષરતાને સંબંધ હોવા અંગે પણ હજુ સ્પષ્ટતા નથી. જેમ કે 2011 ની વસ્તી ગણતરી મુજબ કર્ણાટકમાં સાક્ષરતા દર 75.6 ટકાનો છે. જે 78 ટકાની રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે.
પરંતુ આ રાજયમાં પુરૂષોની નસબંધી આઈયુસીડી અને ગર્ભ નિરોધક ગોળીઓનાં ઉપયોગમાં ઘટાડો થયો છે. બિહારમાં 73 ટકાનો સાક્ષરતા દર છે. અહીં ગર્ભનિરોધક ગોળીઓના ઉપયોગમાં ચાર ગણો વધારો થયો છે. અને કોંડોમનો ઉપયોગ ડબલ થાય છે.
કેરાળા જે 96 ટકાનો સાક્ષરતા દર છે ત્યાં કોંડોમનો ઉપયોગમાં 42 ટકાનો ઘટાડો થયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *