ભારતીય એન્જિનિયરની હત્યાના વિરોધમાં અમેરિકામાં દેખાવો, શાંતિ માર્ચ યોજાઈ નફરતની રાજનીતિનો વિરોધ કરાયો

kk

અમેરિકાના કેન્સાસમાં ભારતીય એન્જિનિયરની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્સાસ સિટીમાં શાંતિ માર્ચ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ દરમિયાન લોકોએ શ્રીનિવાસ કુચભોચલાની હત્યનાા નિંદા પણ કરી હતી. પ્રદર્શનકારીઓએ હાથમાં ફોટો અને બેનર સાથે શાંતિના નારા લગાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ૨૨ ફેબ્રુ.ની રાતે શ્રીનિવાસની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. નફરતની રાજનીતિનો વિરોધમાં રવિવારે કેન્સાસ સિટીમાં શાંતિ માર્ચ અને પ્રાર્થના સભા રવિવારે યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહેલા પ્રદર્શનકારીઓએ ‘લેટ અસ નોટ લીવ ઓવર ચિલ્ડ્રન’ અને ‘યુનિટી ઈઝ પાર્ટ ઓફ કોમ્યુનિટી’ના નારા લગાવ્યા હતાં. હાથમાં કેન્ડલ્સ અને સાઈન બોર્ડ સાથે લોકોએ નફરતની રાજનીતિને સપોર્ટ નહીં કરવા જણાવ્યું હતું. શાંતિ માર્ચમાં મૃતક શ્રીનિવાસ કુચીભોચલાના મિત્રો પણ જોડાયા હતાં. જેમાંથી એક નજીકના મિત્ર આલોક મદસાની ઘોડીના સહારે રેલીમાં જોડાયા હતાં.
કેન્સાસમાં ભારતીય એન્જિનિયર શ્રીનિવાસનની હત્યાના બનાવમાં નજરે જોનારા સાહસોના જણાવ્યા પછી એડમને ત્યારે બારમાંથી કાઢી મૂકાયો હતો. પરંતુ થોડીવારમાં જ તે બંદૂક લઈને પાછો આવ્યો હતો અને શ્રીનિવાસ અને આલોક પર ગોળીઓ છોડી દીધી હતી. આ સમયે ગ્રીલોટે બંદૂક લૂંટવાનો પ્રયત્ન કર્યો તો તેને પણ ગોળી મારી દીધી હતી. પછી તે ભાગી ગયો હતો. પાંચ કલાક પછી હુમલાખોર ક્લિટંનના એક બારમાં ગયો હતો અને ત્યાં બારટેન્ડરને કહ્યું હતું કે તે બે જણાંને ગોળી મારીને આવ્યો છું છુપાવવા માટે જગ્યા જોઈએ છે. પરંતુ બારટેન્ડરે પોલીસ બોલાવી તેને પકડાવી દીધો હતો.
હુમલાખોર એડમ પુરિન્ટોન અમેરિકી નેવીનો પૂર્વ સૈનિક છે.તે આલોથમાં એર ટ્રાફિક કંટ્રોલર તરીકે કામ કરતો હતો. પરંતુ તેણે ૨૦૦૦માં નોકરી છોડી દીધી હતી. બે ભારતીયોને ગોળી માર્યા બાદ એડમ એક બારમાં છુપાઈ ગયો હતો. ત્યાં તેણે બાર વેઈટર સામે બડાસ પણ હાંકી હતી કે તેણે મધ્યપૂર્વના બે લોકોને મારી નાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *